જામનગરમાં પોલીસપુત્ર પોતાની પત્નીને માર મારતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં પત્નીનો સામાન ઘરની બહાર ફેંકવામાં આવ્યો હતો. પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતને લઈ ઝઘડો થતા પતિ ઉશ્કેરાયો હતો.
જામનગરમાં મહિલાઓ પર થતા અત્યાચારના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. જામનગરમાં દિગજામ મિલ મહાકાળી મંદિર પાસે શેરી નંબર 1માં રહેતા દક્ષાબહેન પર પતિ અમિતે માર મારતો વિડીયો સામે આવ્યો છે. પતિ પત્ની વચ્ચે ઝગડો થતા દક્ષાબહેન પોતાના પિતાના ઘરે રિસામણે ચાલ્યા ગયા હતા. બાદમાં કોઈ સમાધાન ન થતા બને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી.પત્ની દક્ષાબહેને સિટી સી પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.