- 18 અને 19 માર્ચના રોજ ઇલેક્ટ્રીક ટ્રેનનું ટેસ્ટીંગ કરાયું
- રેલવેની આવકમાં વધારો થશે અને પ્રવાસીના સમયમાં પણ બચત થશે
- પ્રધાન પિયુષ ગોયલે ઇલેકટ્રીક ટ્રેનના ટેસ્ટીંગનો વીડિયો કર્યો ટ્વીટ
રાજકોટઃ રેલવે મંત્રાલય દ્વારા ડિઝલનો ઉપયોગ ઓછો કરવા સંપૂર્ણ રેલવે રૂટનું વિજળીકરણ કરવાનો વિચાર કરવામા આવ્યો છે. આ કાર્ય માટે હાપા-ભાટિયા વિભાગની સીઆરએસ દ્વારા નિરીક્ષણ યોજાયું હતું. આ નિરિક્ષણમાં જાણવા મળ્યું હતું કે, કનેક્ટીવીટી તથા પરિવહન ક્ષમતામાં વધારો કરવાથી રેલવેની આવકમાં વધારો થશે અને પ્રવાસીના સમયની પણ બચત થશે.
ટ્રેન દોડાવી પૂરી ક્ષમતાથી ટેસ્ટીંગ કરાયું
રાજકોટ ડિવિઝનના હાપા-ભાટિયા વચ્ચે 18 અને 19 માર્ચના રોજ ઇલેક્ટ્રીક ટ્રેનનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. રાજકોટ વિભાગના હાપા-ભાટિયાના વિજળીકરણનું કામ પૂર્ણ થતાં ઇલેક્ટ્રીકલ લોકો સાથે મળીને એન્જીન સાથે સંપૂર્ણ ટ્રેન દોડાવી સીઆરએસ દ્વારા ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. રેલવે મંત્રાલય દ્વારા ડિઝલનો વપરાશ ઘટાડવા વર્ષ 2023-24 સુધીમાં સંપૂર્ણ રેલવે રૂટનું 100 ટકા વિજળીકરણ કરવા વિચારે છે.
આ પણ વાંચોઃ લોકલ ટ્રેન મેમુ શરૂ થઇ, રિઝર્વેશનથી રોજિંદા પ્રવાસીઓમાં નિરાશા
રેલવેનું સંપૂર્ણ વીજળીકરણ કરવાનો છે સરકારનો ઈરાદો
વિદ્યુતીકરણના પરિણામ સ્વરૂપ દરિયાકાંઠે ઇલેક્ટ્રીક સ્થાનો પર પુન:જીવનને લઇને વિજળીનો બચાવ થશે. વર્ષ 2023-24 સુધીમાં વિજળીકરણના લક્ષ્યાંકને પહોંચી વળવાના આશય સાથે રાજકોટ-હાપા વિભાગમાં વિજળીકરણનું કાર્ય પૂર્ણ થઇ ચૂકયું હતું અને સીઆરએસ અધિકૃતતા પણ મેળવી લેવાઇ હતી, ત્યારે હવે રાજકોટ ડિવિઝનના હાપા-ભાટિયા વચ્ચે પણ વિજળીકરણનું કાર્ય પૂર્ણ થઇ ચૂકયું છે. 18-19 માર્ચના રોજ હાપા-ભાટિયા વિભાગની સીઆરએસદ્વારા નિરીક્ષણ યોજાયું હતું. ઇલેક્ટ્રીક ટ્રેકશન દ્વારા કનેક્ટીવીટી તથા પરિવહન ક્ષમતામાં વધારો થવા સાથે રેલવેની આવકમાં વધારો થશે અને પ્રવાસીના સમયની પણ બચત થશે.
આ પણ વાંચોઃ વડોદરાથી કેવડીયા વચ્ચે ટૂંક જ સમયમાં હાઈસ્પીડ રેલ યાત્રા શરૂ થશે