ETV Bharat / city

ઓક્સિજનના પરિવહનમાં વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા પોલીસે હાઇવેને ગ્રીન કોરિડોર જાહેર કર્યો - cyclone

ગુજરાત પર તોળાતા તૌકતે વાવાઝોડાની શક્યતાને લઇને ઓક્સિજનના પરિવહનમાં કોઇ જ વિક્ષેપ ન પડે તે માટે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રનની આગેવાની હેઠળ જામનગર જિલ્લાની રાજકોટ રૂરલની હદથી લઇને દ્વારકા જિલ્લાની હદ સુધીના રોડને ગ્રીન કોરિડોર જાહેર કરાયો છે.

ઓક્સિજનના પરિવહનમાં વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા પોલીસે હાઇવેને ગ્રીન કોરિડોર જાહેર કર્યો

author img

By

Published : May 18, 2021, 11:54 PM IST

  • તૌકતે વાવાઝોડાનો ગુજરાત પર મંડરાતો ખતરો
  • ઓક્સિજનના પરિવહન માટે હાઇવેને ગ્રીન કોરિડોર જાહેર કરાયો
  • પોલીસ હાઇવે પર કરશે સતત પેટ્રોલિંગ

જામનગર: અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાવાને કારણે તૌકતે વાવાઝોડાની શક્યતાને ધ્યાને લઇ જામનગરથી ઓક્સિજનનું પરિવહન કરતા વાહનોને કોઈ વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દીપેન ભદ્રનની આગેવાની હેઠળ જામનગર જિલ્લાની રાજકોટ રૂરલની હદથી લઈ દેવભુમી દ્વારકા જિલ્લાની હદ સુધીના રોડને ગ્રીન કોરિડોર જાહેર કરાયો છે.

પોલીસ દ્વારા ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી

આ માટે સમગ્ર હાઇવે પર પોલીસ દ્વારા બંદોબસ્ત, પેટ્રોલીંગ તથા ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાવાઝોડા વખતે જો આ હાઇવે પર ક્યાય વૃક્ષ પડે અથવા તો અકસ્માતે કોઇ બનાવ બનવાના સંજોગોમાં જો રોડ બંધ થઇ જાય તો તેને તાત્કાલીક દૂર કરી રોડ પર અવર-જવર ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવા અંગેની કામગીરી હાથ ધરવાની વિવિધ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે. જેમાં રાજકોટ રૂરલની હદથી ધ્રોલ પો.સ્ટે.ની હદ પૂરી થાય ત્યા સુધી ધ્રોલ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાના જોખમ અંતર્ગત ભાવનગર વહીવટી તંત્રની પૂર્વતૈયારી - અંદાજીત 6,761 લોકોનું કરાશે સ્થળાંતર

પોલીસ પેટ્રોલીંગ કરશે

ધ્રોલ પોલીસ સ્ટેશનની હદ પૂરી થાય ત્યાથી પંચ બી. ડીવી પોલીસ સ્ટેશનની હદ સુધી પંચે પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે, પંચે પોલીસ સ્ટેશનની હદ પૂરી થાય ત્યાથી સીક્કા પોલીસ સ્ટેશનની હદ સુધી પંચ બી. પો.સ્ટે.ના પો.સ.ઇ. તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે, પંચ બી પોલીસ સ્ટેશનની હદ પૂરી થાય ત્યાથી મેઘપર પોલીસ સ્ટેશનની હદ સુધી સીક્કા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે.

ક્રેઇન અને JCB મશીનોની વ્યવસ્થા કરવામાં આવી

સીક્કા પોલીસ સ્ટેશનની હદ પૂરી થાય ત્યાથી જામનગર જિલ્લાની હદ સુધી મેઘપર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે, CH ધ્રોલનાઓ ધ્રોલ પો.સ્ટે. (જિલ્લાની હદ)થી ખંભાળીયા બાયપાસ સુધી તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે, પો.ઇન્સ. એરપોર્ટ ખંભાળીયા બાયપાસ રોડથી મેઘપર પો.સ્ટે.(જિલ્લાની હદ) સુધી ટ્રાફીક શાખાના જરૂરી સ્ટાફ તથા વાહન થી પેટ્રોલીંગ કરશે. આ ઉપરાંત જોડીયા ખાતેનો જે રૂટ કાર્યરત છે ત્યાં પણ એક ક્રેઈન અને ત્રણ JCB મશીનોની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં વાહનોના પરિવહનને વિક્ષેપ ન પડે તે માટે સમગ્ર રૂટ પર બે PI દ્વારા સુપરવિઝન અને પેટ્રોલિંગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ તૌકતે વાવઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા પાટણ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

જે તે પીલીસ જરૂરીયાત મુજબ કાર્યવાહી કરશે

જો કોઈ સ્થળે વૃક્ષ પડવા કે અન્ય કોઈ સંજોગોને કારણે વાહન વ્યવહાર ખોરવાય તો તે માટે (1) ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી ક્રેઇન દ્વારા હાઇવે રોડ પર જરૂરીયાત જણાઇ તો રાજકોટ રૂરલની હદથી પંચ- એ ડીવી પોલીસ સ્ટેશનની હદ સુધી કામગીરી કરવામાં આવશે. (2) પંચ બી પો.સ્ટે. ખાતે રાખવામાં આવેલી કેઇન દ્વારા હાઇવે રોડ પર જરૂરીયાત જણાયે પંચ એની હદથી સીક્કા પોલીસ સ્ટેશનની હદ સુધી કામગીરી કરવામાં આવશે. (3) સીક્કા પો.સ્ટે. ખાતે રાખવામાં આવેલી કેઇન દ્વારા હાઇવે રોડ પર જરૂરીયાત જણાયે સીક્કા પો.સ્ટે.ની હદથી દેવભુમી દ્વારકા જિલ્લાની હદ સુધી કામગીરી કરવામા આવશે. તેમજ દરેક ક્રેઇન દીઠ એક પોલીસ કર્મચારી સંકલન માટે સાથે રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.