- જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં યોજાશે ચૂંટણી
- જિલ્લા પચાયતની 24 બેઠક અને તાલુકા પચાયતની 112 બેઠકો
- બંને પક્ષ મજબૂત સ્થિતિમાં હોવાથી કટોકટ હરીફાઈ
જામનગર જિલ્લાના જામજોધપુર લાલપુર જોડિયા ધ્રોલ કાલાવડ સહિતના તાલુકાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. જોકે તાલુકા પંચાયતમાં મોટાભાગની તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે.. જિલ્લા પચાયતની 24 બેઠક અને તાલુકા પચાયતની 112 બેઠકો માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બે પક્ષ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે.. જિલ્લા પચાયત અને તાલુકા પચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકબલો થવાનો છે.
- આ 6 તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ
જામનગર તાલુકા પચાયતમાં કુલ 6 તાલુકા પચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં બેઠકવાર જોઇએ તો જામનગર તાલુકા પચાયત, જોડિયા, જામજોધપુર, લાલપુર, કાલાવડ અને ધ્રોલ તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.
- જિલ્લા પંચાયત પર રસપ્રદ બનશે ચૂંટણી
જામનગર જિલ્લા પંચાયત પર છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસનું શાસન છે.. જોકે આ વર્ષે કોંગ્રેસના સભ્યે જિલ્લા પંચાયતનું સૌથી મોટું બજેટ બનાવ્યું હતું. આ બજેટ પ્રમાણે તેમણે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કાર્યોનું કામ પણ કર્યું છે. કોરોના મહામારીના કારણે જે કામ અધૂરા રહી ગયાં છે તે કામ પણ તાત્કાલિક પૂર્ણ થાય તે માટે સમય મર્યાદા પણ વધારવામાં આવી છે