ETV Bharat / city

Advocate Kirit Joshi Murder Case: કિરીટ જોશી હત્યા કેસના આરોપીના જામીન રદ કરતી જામનગર કોર્ટ - કિરીટ જોશી હત્યા કેસ

જામનગરના બહુચર્ચિત એડવોકેટ કિરીટ જોશી હત્યા કેસમાં (Advocate Kirit Joshi Murder Case) એક આરોપીએ જામીન અરજી કરી હતી. જેની સુનાવણીમાં કોર્ટ દ્વારા જામીન અરજી રદ્દ (Jamnagar court cancels bail) કરવામાં આવી છે.

Advocate Kirit Joshi Murder Case
Advocate Kirit Joshi Murder Case
author img

By

Published : Dec 22, 2021, 12:50 PM IST

જામનગર: જિલ્લામાં વર્ષ 2018માં ટાઉનહોલ નજીક એડવોકેટની થયેલી હત્યાના (Advocate Kirit Joshi Murder Case) અતિ ચર્ચાસ્પદ કેસમાં ગત માર્ચ માસમાં બંગાળમાંથી ઝડપાયેલા આરોપીઓ પૈકીના એક આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે રદ્દ (Jamnagar court cancels bail) કરી છે.

હાર્દિક પૂજારાએ મિત્રો સાથે મળી કરી હતી હત્યા

જામનગરમાં 100 કરોડની જમીનના કૌભાંડ કેસમાં (Advocate Kirit Joshi Murder Case) ફરિયાદીના વકીલ કિરીટ જોશીની તા. 28 એપ્રિલ 2018ના રોજ તેની ઓફિસના બિલ્ડીંગ નીચે છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરવામાં આવ્યા બાદ તેના એડવોકેટ ભાઈ અશોક જોશી દ્વારા ભુમાફિયા જયેશ પટેલ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે પૂર્વ આયોજિત કાવતરુ રચી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આબુમાંથી ઝડપાયેલા એક આરોપીની કબુલાતમાં એડવોકેટની હત્યા માટે ત્રણ કરોડની સોપારી અપાઈ હોવાની વિગતો પરથી પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ આરંભી હતી.

આરોપીઓ પૈકીના દિલીપ પુજારાએ રેગ્યુલર જામીન અરજી કરી હતી

આ કેસના (Advocate Kirit Joshi Murder Case) ફરારી આરોપીઓ જયંત ચારણ, દિલીપ પુજારા, હાર્દિક પુજારાને જામનગર ક્રાઈમ બ્રાન્ચની ટીમે માર્ચ 2021માં કોલકતાથી ધરપકડ કરી રિમાન્ડ બાદ આરોપીઓ જેલ હવાલે કરાયા હતાં. આ આરોપીઓ પૈકીના દિલીપ પુજારાએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની સુનાવણીમાં આ ચકચારી કેસના (murder case Jamnagar) ખાસ સરકારી વકીલ રાજકોટના અનિલ દેસાઇએ અદાલતમાં અરજદાર આરોપીઓની ભુમિકા ચાર્જશીટમાં દર્શાવાઈ હોવાનું જણાવી તેની સામે પ્રથમ દર્શનીય કેસ હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

વકીલે કોર્ટમાં કરી ધારદાર અપીલ

આ ઉપરાંત અરજદાર આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાની તેમજ ફરાર હોવાના સમય દરમિયાન આરોપી ડુપ્લીકેટ પાસપોર્ટ પર પાંચ દેશમાં વિદેશ યાત્રા પણ કરી આવ્યાની રજૂઆત સાથે જામીન અરજી રદ્દ કરવાની માંગણી કરી હતી. જે બાદ અદાલતે બન્ને પક્ષોની દલીલો પુર્ણ થયા બાદ આરોપીની જામીન અરજી રદ્દ (Jamnagar court cancels bail) કરતો હુકમ કર્યો હતો.

આ પણ વાંચો: Murder In Kaparada: કપરાડાના આસલોના ગામમાં પંચની હાજરીમાં યુવતીના પરિવારજનોએ યુવકની કરી હત્યા

આ પણ વાંચો: Crime in Surat :કુદસદ ખાતે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્રએ જ કરી હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.