જામનગરઃ શહેરમાં ગત 3 દિવસથી વધુ એક સ્મશાન માટે ઉપવાસ આંદોલન કરી રહેલા કોંગી કોર્પોરેટર દેવશી આહીરે જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
આ સાથે કોંગ્રેસે 8 દિવસમાં સ્મશાનનો પ્રશ્નનો ઉકેલ નહીં આવવા પર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરની જી.જી.હોસ્પિટલમાં રોજ-બરોજ 8થી 10 લોકોના મોત થઇ રહ્યાં છે. જેથી મૃતદેહ 10 કલાક સુધી પડ્યા રહે છે. જેના કારણે અંતિમ સંસ્કાર કરવામાં પણ વિલંબ થાય છે. જેથી કોંગ્રેસના કોર્પોરેટર દેવશી આહીર ત્રીજા સ્મશાનની માગ સાથે 3 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ જામનગરમાં વધુ એક સ્મશાન બનાવવાની માગ સાથે કોંગી કોર્પોરેટરોનું ઉપવાસ આંદોલન શરૂ
જામનગર શહેરમાં વધુ એક સ્મશાન બનાવવાની માગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીમાં રોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે શહેરમાં ફક્ત બે જ સ્મશાન હોવાથી અંતિમ ક્રિયા માટે લાંબી લાઈનો લાગી રહી છે. જનરલ બોર્ડમાં ત્રીજા સ્મશાનની મંજૂરી મળી હોવા છતાં પણ સ્મશાન બનાવવાની કામગીરી શરૂ કરાઇ નથી. જેને લઇ કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.