- જામનગર ફેરવાયું પોલીસ છાવણીમાં
- 13 નવેમ્બરના રોજ મુખ્યપ્રધાન અને રાજ્યપાલ પધારશે જામનગર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇ-લોકાર્પણ મારફતે આયુર્વેદિક યુનિવર્સિટીને આપશે રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો
જામનગર : શહેરની વિશ્વ વિખ્યાત આયુર્વેદ યુનિવર્સિટી(ઇન્સ્ટીટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા)ને 13 નવેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇ-લોકાર્પણ મારફતે રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો આપવામાં આવશે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલા સહિત ઘણા પ્રધાનો પણ 13 નવેમ્બરના રોજ જામનગર આવશે. જે કારણે સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શહેરના વિવિધ ભાગોમાં પોલીસ તૈનાત
જામનગરમાં 13 નવેમ્બરના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યના રાજ્યપાલ દેવવ્રત જામનગર ખાતે આવશે. જે કારણે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરના વિવિધ ભાગોમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.
આયુર્વેદ યુનિવર્સિટીમાં ચાલી રહી છે તડામાર તૈયારીઓ
હાલ ઈલોકાર્પણના કાર્યક્રમ અંગર્તગ આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને કોરોનાકાળમાં જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીએ મહત્વનો ફાળો આપ્યો છે. અનેક કોરોના દર્દીઓને આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા ઉકાળા અને આયુર્વેદિક દવાના માધ્યમથી સાજા કરવામાં આવ્યા છે.
આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળતા હવે વૈશ્વિક યુનિવર્સિટીઓ સાથે જોડાઈને નવા આયામો હાંસલ કરશે
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળવા અંતર્ગત ITRAનું ઈ-લોકાર્પણ પ્રસંગે શુક્રવારના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પધારવાના છે. જે પૂર્વે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ધન્વંતરી હોલમાં આ કાર્યક્રમ યોજાશે
જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળવા અંતર્ગત ITRAનું ઈ લોકાર્પણ 13 નવેમ્બરના રોજ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ કાર્યક્રમથી કરવામાં આવશે. આ પ્રસંગે જામનગરના ધન્વતરી હોલમાં સમારોહ યોજવામાં આવશે. જેમાં ગુજરાતના રાજ્યપાલ, મુખ્યપ્રધાન, કેન્દ્રિય આયુષ પ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જે કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત માર્ગનું સમારકામ તથા ઈમારતને શણગારવાની તૈયારીઓને ગુરૂવારના રોજ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આપી માહિતી
આ તકે રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજાએ સમગ્ર ગુજરાત અને જામનગરવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, લોકો દિવાળીના તહેવારની સાવચેતીપૂર્વક ઉજવણી કરે અને જામનગરની વિશ્વ વિખ્યાત આયુર્વેદ યુનિવર્સિટીને શુક્રવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ મારફતે રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો આપવામાં આવશે, ત્યારે આ કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.