ETV Bharat / city

જામનગર અનાજ માર્કેટ સવારે 7થી 10 સુધી ખોલવાનો નિર્ણય લેવાયો - જામનગર અનાજ માર્કેટ

જામનગર પોલીસવડા શરદ સિંઘલની અધ્યક્ષતામાં અનાજ માર્કેટના હોલસેલ વેપારીઓના પ્રતિનિધિ અને વ્યાપારી મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં અનાજ માર્કેટને સવારે 7થી 10 વાગ્યા સુધી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ETV BHARAT
જામનગર અનાજ માર્કેટ સવારે 7થી 10 સુધી ખોલવાનો નિર્ણય લેવાયો
author img

By

Published : May 12, 2020, 1:16 PM IST

જામનગરઃ શહેરમાં અનાજ માર્કેટ અંગે પોલીસ વડા શરદ સિંઘલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અનાજ માર્કેટના હોલસેલ વેપારીઓના પ્રતિનિધિ અને વ્યાપારી મંડળના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. બેઠક બાદ જામનગર અનાજ માર્કેટ સવારે 7થી 10 વાગ્યા સુધી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં રિટેઇલની દુકાનો સવારે 7થી 10 વાગ્યા સુધી ખુલી રહેશે અને માત્ર સ્થાનિક લોકો જ પગપાળા જઇને ખરીદી કરી શકશે. ખરીદીના આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના વાહનોને પ્રવેશ માટે પરવાનગી આપવામાં આવશે નહીં.

આ ઉપરાંત હોલસેલના વેપારી 11થી 2 વાગ્યા સુધી દુકાન ખુલી રાખી શકશે. આ દરમિયાન માત્ર વહીવટી તંત્રના પાસ ધરાવનારા દુકાનદારોને જ પ્રવેશ આપવામાં આવશે. આવા તમામ વ્યાપારીઓએ વાહન બહાર રાખવું પડશે અને ખરીદી થઈ ગયા બાદ સમાન બહાર લઈ જઈને નીકળવાનું રહેશે. આ સમય દરમિયાન બીજા કોઈ વાહનને પ્રવેશ માટે પરવાનગી આપવામાં આવશે નહીં તથા છૂટક વેચનારા પર પણ કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા આવનારા દુકાનદારો સોમવાર, બુધવાર અને શુક્રવારે આવી શકશે, જ્યારે શહેરના દુકાનદારો માટે આ લાગૂ નહીં પડે. આ સાથે જ હોલસેલના વેપારીઓએ પોતાનો સામાન અનલોડ સાંજે 5થી 8ના સમયમાં કરવાનો રહેશે. આ ઉપરાંત શહેરના દુકાનદારો એક વાર ખરીદવા જશે, ત્યારે તેમના પાસમાં તારીખની એન્ટ્રી કરવામાં આવશે અને 7 દિવસ પછી જ એને ફરીથી અલૉવ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.