- ઇન્ડિયન આર્મીની એન્જીનીયર ટાસ્ક ફોર્સ રવાના
- સંકટ સમયે ઇન્ડિયન આર્મીની લેવાઈ મદદ
- હોસ્પિટલમાં પણ ઇન્ડિયન આર્મીના જવાનો ટેક્નિકલ સેવાઓ પુરી પાડશે
જામનગરઃ મિલિટરી સ્ટેશન પરથી ઇન્ડિયન આર્મીની ટીમો જુદા-જુદા જિલ્લામાં જવા રવાના થઈ છે. ખાસ કરીને કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલમાં અને અમદાવાદની ધન્વંતરી હોસ્પિટલમાં પણ ઇન્ડિયન આર્મીના જવાનો ટેક્નિકલ સેવાઓ પુરી પાડશે.

આ પણ વાંચોઃ જામનગરમાં NDRFની ટીમે દિગ્વિજય સોલ્ટ વિસ્તારમાં લોકોને વાવાઝોડા વિશે કર્યા જાગૃત
ફૂડ પેકેટનું પણ વિતરણ કરશે
ઇન્ડિયન આર્મીની એન્જીનીયરિંગ ટાસ્ક ફોર્સ વાવાઝોડામાં રાજ્ય સરકારના આદેશ અનુસાર વિવિધ કામગીરી કરવામાં માટે રવાના થઈ છે. ઇન્ડિયન આર્મી જે તે જિલ્લામાં ફૂડ પેકેટનું પણ વિતરણ કરશે અને તમામ પ્રકારની બચાવકામગીરી પણ કરશે.

જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મી ટીમો રવાના
અમદાવાદ, જૂનાગઢ, પોરબંદર અને દીવ ખાતે આર્મી ટુકડીઓ રવાના કરવામાં આવી છે. અગાઉ પણ વિપદા સમયે ઇન્ડિયન આર્મીની મદદ લેવામાં આવી હતી. ખાસ કરીને ભૂકંપ તેમજ સુનામી વખતે પણ આર્મીની ટીમે લોકોની બચાવ કામગીરી કરી હતી. આ વર્ષે કોરોના મહામારી હોવાના કારણે દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે ઇન્ડિયન આર્મીની મદદ લીધી છે.