- જામનગરમાં કોરોનાનું કમબેક
- બે દિવસથી પોઝિટિવ કેસમાં વધારો
- મૃત્યુઆંકમાં પણ સતત વધારો
- 15 દિવસમાં 18ના મોત
જામનગર: દિવાળીના તહેવારો પૂર્ણ થયા છે અને શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. જામનગરમાં છેલ્લા 15 દિવસમાં 18 જેટલા લોકોના કોવિડની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. પોઝિટિવ કેસમાં પણ સતત વધારો થતો જાય છે.
દિવાળી બાદ કોરોના કેસમાં વધારો
દિવાળી પહેલા જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો હતો. જો કે દિવાળી બાદ ફરી કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.તો ગુરુવારે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 44 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જિલ્લા વહીવટીતંત્ર માટે ચિંતાજનક બાબત છે.
કોરોનાને કાબૂમાં લેવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા
જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક વિધ કાર્યક્રમ કોરોનાને અટકાવવા માટે કરવામાં આવ્યા હતા. તો આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા સમગ્ર જિલ્લામાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ખાસ કરીને લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે જુદી જુદી કીટનું વિતરણ કરવામાં આવી હતી.
લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ
જામનગર શહેરમાં લોકોની ભીડ એકઠી ન થાય તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે પણ સતત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. જો કે તહેવારોની સીઝનમાં કોરોનાએ કમબેક કર્યું છે.જે આગામી દિવસોમાં લોકો માટે મુશ્કેલીરૂપ બની શકે છે.