- માત્ર અઢી દિવસમાં જ જામનગર એસટી વિભાગને દસ લાખનો ફાયદો થયો
- જન્માષ્ટમીના તહેવાર પર પણ એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે
- પાંચ ડેપો પરથી વધારાની 194 ટ્રીપ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે
જામનગર- રક્ષાબંધન પર્વ નિમિત્તે જામનગર એસટી ડિવીઝન દ્વારા ચલાવવામાં આવેલી એકસ્ટ્રા ટ્રીપના પરિણામે વિભાગને 3 દિવસમાં વધારાની 3 લાખની આવક થવા પામી છે. આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ એસટી વિભાગ દ્વારા વધારાની ટ્રીપ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો- તૌકતે ચક્રવાતને ધ્યાનમાં રાખીને દાહોદ ST વિભાગ દ્વારા બસો બંધ કરાઈ
રક્ષાબંધનનો તહેવાર જામનગર એસટી વિભાગને ફળ્યો
જામનગરના વિભાગીય નિયામક પી.એમ.પટેલના જણાવ્યા અનુસાર, રક્ષાબંધન પર્વના 3 દિવસ દરમિયાન એસટી વિભાગ દ્વારા વધારાની 41 ટ્રીપો દોડાવવામાં આવી હતી. આ વધારાની ટ્રીપના કારણે એસટીને વધારાની 3 લાખ રૂપિયાની આવક થઇ હતી. જયારે આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જિલ્લાના પાંચ ડેપો પરથી વધારાની 194 ટ્રીપ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
માત્ર અઢી દિવસમાં 10 લાખની થઇ આવક
જન્માષ્ટમીના તહેવાર પર પણ જામનગર એસ.ટી વિભાગીય કચેરી દ્વારા એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે, તો રક્ષાબંધન તહેવારમાં પણ જામનગર એસટી વિભાગને સારો એવો ફાયદો થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાની મહામારી હોવાના કારણે એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી ન હતી.
આ પણ વાંચો- રાજ્યના એસટી નિગમના કર્મચારીઓએ સરકાર સમક્ષ સહાયની કરી માગ
જામનગર એસટી વિભાગ દ્વારા જન્માષ્ટમી પર પણ એક્સ્ટ્રા બસો ફાળવાઇ
આ વર્ષે કોરોનાના કેસ ઓછા થતા જામનગર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે. માત્ર અઢી દિવસમાં જ જામનગર એસટી વિભાગને દસ લાખનો ફાયદો થયો છે. જો કે, જન્માષ્ટમીના તહેવાર પર પણ લોકોને એસટીનો લાભ મળે તે માટે એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે.