- જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજીનામાં પડ્યા
- યુવક કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પચાયતના પૂર્વ ઉપપ્રમુખનું રાજીનામું
- જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું
જામનગરઃ કોંગ્રેસના જિલ્લા કક્ષાના બન્ને દિગ્ગજ નેતા સાથે જામનગર તાલુકા કોંગ્રેસ મહામંત્રી નારણ શિયાળ, જામનગર જિલ્લા કોંગ્રેસ મંત્રી કાન્તિ કાલાવડીયા, જામનગર ઉપપ્રમુખ તાલુકા કોંગ્રેસ રમેશ ધના મકવાણા, વરણા ગામના ઉપસરપંચ જગદીશ ચાંગણી, જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ શનિ આચાર્ય, જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ ભગીરથ ગોહીલ, જિલ્લા યુવક કોંગ્રેસ આગેવાન બાબુ ડાંગર સહિત અને કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા રાજીનામાં ધરી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસી કાર્યકર્તાઓએ રાજીનામાં આપી કોંગ્રેસને ઝટકો આપ્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી હોવાથી બંને પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ કેટલાક ઉમેદવારોને ટિકિટ ન મળતા પક્ષ સામે નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. જામનગરમાં પણ જિલ્લા પંચાયતના સભ્ય સહિત અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓએ રાજીનામાં ધરી દઈ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.