- જામનગરમાં નાઈટ કરફ્યૂનું ચુસ્ત પાલન
- પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ શરૂ
- જામનગરવાસીઓએ નાઈટ કરફ્યૂને આપ્યો સહયોગ
જામનગર: રાજ્ય સરકારે વધતા કોરોનાના કેસને લઇને 20 મોટા શહેરોમાં નાઈટ કરફ્યૂનું એલાન કર્યું છે. જામનગરમાં પણ છેલ્લા 5 દિવસથી રોજ 100 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જોકે 7 એપ્રિલના રોજ રેકોર્ડ બ્રેક 202 કોરોના પોઝિટિવ સમગ્ર જિલ્લામાં નોંધાયા છે.
આ પણ વાંચો: પાટણમાં પ્રથમ દિવસે કરફ્યૂનો અમલ
પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
રાત્રે 8 વાગતા જ પોલીસ દ્વારા શહેરના તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને છેલ્લી મિનિટોમાં લોકોની ભારે દોડધામ જોવા મળી રહી હતી. જોકે બાદમાં પોલીસે નીકળતા વાહનચાલકોને અટકાવ્યા હતા.
આ પણ વાંચો: રાજ્યમાં વધાતા સંક્રમણને લઇને રાત્રી કર્ફ્યૂનાં સમયમાં કરાયો વધારો
નાઈટ કરફ્યૂ હોવાથી લોકો સમયસર ઘરે પહોંચ્યા
નાઈટ કરફ્યૂના પ્રથમ દિવસે જામનગરવાસીઓએ પણ પોલીસને પૂરતો સહયોગ આપ્યો છે અને અમુક ગણ્યાં-ગાંઠયા લોકો સિવાય મોટાભાગના લોકો સમયસર ઘરે પહોંચી ગયા હતા. જામનગર શહેરમાં સાત રસ્તા, ગુરુદ્વાર ચોકડી, હોસ્પિટલ ચોક સહિતના મુખ્ય ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.