- તમામ સમાજની વાડીઓ દર્દીઓના સગાઓ માટે ખુલ્લી મુકવામાં આવી
- હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે
- દર્દીઓના સગાઓને રહેવા જમવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે
જામનગરઃ શહેરમાં આવેલી તમામ સમાજની વાડીઓ કોરોનાના દર્દીઓના સગા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. તમામ સમાજમાં જમવા તેમ જ રહેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અન્ય જિલ્લામાંથી આવેલા દર્દીઓના સગાને કોઈ અગવડ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાને દર્દીઓના સગાઓને હિંમત આપતા કહ્યું- રાજ્ય સરકાર હંમેશા દર્દીઓની પડખે ઉભી છે
જામનગર મહાનગપાલિકાએ હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો
કોવિડના દર્દીના સગાવ્હાલાને તમામ સુવિધા મળી રહે તે માટે જામનગર મહાનગરપાલિકાએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. આજે પ્લાન નંબરના માધ્યમથી જે તે સમાજની વાડીમાં દર્દીના સગા આશરો લઇ શકે છે.