જામનગરઃ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી સરેરાશ દરરોજ 11થી 15 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. જામનગરમાં અત્યાર સુધીમાં 358 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અગ્ર સચિવ જયંતિ રવિએ જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ખાસ કરીને આગામી દિવસોમાં ડેન્ગ્યૂના કેસ વધી શકે છે તેવી દહેશત પણ વ્યક્ત કરી હતી.
જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 9 થયો છે. તેમાં વૃદ્ધની સંખ્યા વધુ જોવા મળી રહી છે.