રાજા રજવાડાના સમયથી જ જામનગરને રજવાડુ તો કહેવાય જ છે. પરંતુ, તેને પેરીસ અને છોટા કાશી તરીકે પણ ઓળખાય છે. જેને આજે 480 વર્ષ પુર્ણ થયા છે. જેની જામનગરવાસીઓએ ઉજવણી કરી હતી.
જેમાં દરબાર ગઢ ખાતે જામનગરની સ્થાપનાને લઇને ખાંભીનું પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મેયર સહિતના મહાનુભવો દ્વારા ખાંભીપુજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશ્નર સતીશ પટેલ સહીતના અધીકારીઓ જોડાયા હતાં.
આ સમગ્ર આયોજન પુર્ણ થયા બાદ સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન પણ કરાયું હતું. જેને મ્યુનિસિપલ કમિશ્નરે પ્રસ્થાન કરાવ્યું હતું. આ સમગ્ર આયોજન બાદ જામ રાજવીઓની વિવિધ પ્રતિમાઓને ફુલહાર કર્યા હતાં.