ETV Bharat / city

જામનગરમાં આવતીકાલે તમામ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન - Gayatri Yajna to be organized

જામનગરમાં રોગ મુકત તથા પાવન વાતાવરણ બનાવવા આવતીકાલે બુધવારે ઘરે ઘરે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ હવન માટે તમામ સામગ્રી ગાયત્રી શક્તિ પીઠ ખાતેથી વિનામૂલ્યે મળી રહેશે.

જામનગરમાં આવતીકાલે તમામ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન

author img

By

Published : May 25, 2021, 7:24 PM IST

  • જામનગરનું વાતાવરણ સુધારવા અનોખું આયોજન
  • બુધવારે ઘરે ઘરે થશે હવન
  • હવન અંગેની તમામ સામગ્રી ગાયત્રી શક્તિ પીઠ ખાતેથી વિનામૂલ્યે લોકોને મળી રહેશે

જામનગરઃ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરીદ્વાર દ્વારા ઘોષિત કાર્યક્રમ 'ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ'(Yajna)નું આવતીકાલે બુધવારે 26 મેના, બુદ્ધ પૂર્ણિમાના દિવસે એક જ દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ કલ્યાણની ભાવનાથી, રોગ મુકત તથા પાવન વાતાવરણ બને, લોકો પુનઃ વૈદિક સંસ્કૃતિ તરફ વળે, એવા શુભ ઉદેશ્યથી આ કાર્યક્રમનું આયોજન થવાનું છે.

આ પણ વાંંચોઃ પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ નીમિત્તે પસવાદળના વિરેશ્વર મંદિરમાં હવનનું આયોજન

વધુમાં વધુ લોકો ગાયત્રી યજ્ઞનું આયોજન કરે

ગાયનું છાણુ, ગાયનું ઘી અને જડીબુટ્ટીની હવન સામગ્રી દ્વારા યજ્ઞ(Yajna) કરવાથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં રહેલા રોગના કીટાણુઓ નાશ પામે છે. આ હાલ આધુનિક વિજ્ઞાન પણ સ્વિકારે છે, ત્યારે જામનગરમાં ગાયત્રી પરિવાર દ્વારા એક આયોજન મુજબ 24,000 ઘરોમાં આ ગાયત્રી યજ્ઞ(Yajna) થાય તે માટે જરૂરી સામગ્રી કીટનું વિતરણ શહેરમાં 24 કેન્દ્રો દ્વારા લોકોને વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ દેશનો પ્રથમ પ્રયોગ: ભાવનગરમાં યજ્ઞ થેરાપીથી વિસ્તારને સેનીટાઇઝ કરાયો

24 કેન્દ્રો પરથી સામગ્રી કીટ વિતરણ

તેમજ હજુ કોઈ પરિવાર આ હવન અંગેની કીટ મેળવવામાં બાકી રહી ગયા હોય તો ગાયત્રી શક્તિપીઠ પરથી મેળવી આવતીકાલે બુધવારે આ અભિયાનના સહભાગી બની પોતાના ઘરનું તથા સમગ્ર જામનગરનું વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં યજ્ઞ કરવા જામનગરની જાહેર જનતાને રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.