ETV Bharat / city

જામનગરમાં પોણા બે કરોડનું ફૂલેકું ફેરવનારો અંતે જેલ હવાલે કરાયો

જામનગરમાં 4 વર્ષ પહેલાં 7 જેટલાં વેપારીઓને એગ્રો કલ્ચરની દવા હોલસેલમાં ખરીદવાની છે તેમ કહીને એક ચિટરે એક કરોડનું  ફૂલેકું ફેરવી નાખ્યું હતું. આ શખ્સે જામનગર ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો અને રાજસ્થાનમાં પણ આ જ રીતે કરતબ બતાવી કરોડોનું ફૂલેકું ફેરવ્યું હતું. આ શખ્સને પોલીસે જામનગરની અદાલતમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યો હતો.

જામનગરમાં પોણા બે કરોડનું ફૂલેકું ફેરવનારો અંતે જેલ હવાલે કરાયો
જામનગરમાં પોણા બે કરોડનું ફૂલેકું ફેરવનારો અંતે જેલ હવાલે કરાયો
author img

By

Published : Jun 15, 2021, 8:27 PM IST

  • 4 વર્ષ પૂર્વે એગ્રો પ્રોડક્ટ્સના વેપારીઓ સાથે કરી હતી છેતરપિંડી
  • ગુજરાતના વિવિધ શહેરો અને રાજસ્થાનમાં પણ વેપારીઓને છેતર્યા હતા
  • ઘણા સમયથી ફરાર જયેશ જોષી અંતે પોલીસના સંકજામાં આવ્યો

જામનગર: શહેરના રણજીત સાગર રોડ પર 4 વર્ષ પૂર્વે અંબીકા એગ્રો સેન્ટર નામની એક પેઢી શરૂ કરવામાં આવી હતી. આ પેઢીના સંચાલક જયેશ અંંબીકાદત્ત જોષી નામના શખ્સે જામનગરમાં એગ્રો કલ્ચરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓનો સંપર્ક કરી તેઓની એગ્રોની દવાનું પોતાની પાસે બહુ મોટું માર્કેટ હોવાની વાતો કર્યા પછી વિશ્વાસ કેળવી હોલસેલમાં જંગી માત્રામાં દવાની પધરાવી દીધી હતી.

જામનગર, રાજકોટ, અમદાવાદમાં અનેક લોકોને બનાવ્યા શિકાર

જયેશ જોષીએ જામનગર સહિત રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં 20થી વધુ વેપારીઓને વેપારીઓને દવા મોટા પ્રમાણમાં વેચાવી આપવાની લાલચ બતાવીને જયેશ જોષીએ 1 કરોડની દવા ઉધાર ખરીદી હતી. તે પછી વર્ષ 2018માં અચાનક જ પોતાની પેઢી બંધ કરી દેતાં વેપારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયાં હતાં. આ શખ્સની શરૂ કરાયેલી શોધખોળમાં તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયેશ અંબિકાદત્ત જોષી સામે ફૂલેકું ફેરવી નખાયાની ફરિયાદ નોંધાઈ હતી. તેમ છતાં આ શખ્સ પોલીસની પકડથી દૂર રહેવામાં સફળ થતો હતો.

રાજસ્થાનના વેપારીઓને પણ લગાવ્યો ચૂનો

જયેશ જોષી વિરૂદ્ધ તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પોલીસની પકડમાં આવી ગયો હતો. તેની ક્રાઈમ કુંડળી પોલીસે શોધી કાઢયા પછી ઉપરોકત આરોપી ઝડપાયાની જાણ કરી હતી. જેના પગલે આજે જામનગરની અદાલતમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો. તેને જામનગરની જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જામનગર ઉપરાંત રાજ્યભરની પોલીસ તેનો કબ્જો સંભાળશે. જામનગરના ભોગ બનનાર વેપારીઓના વકીલ બિન્દુલ શેઠ દ્વારા અદાલતમાં ઉપસ્થિત રહી દલીલો કરવામાં આવી હતી. જ્યારબાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.