ETV Bharat / city

જામનગરમાં સતત ચોથા દિવસે દબાણ દૂર કરાયાં, પટેલ પાર્ક પાસે 1600 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થઈ

જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા પટેલ પાર્ક વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. કોઇ ઇસમ દ્વારા પટેલ પાર્કની 1600 ફૂટ જેટલી જગ્યા પર દબાણ કરી દેવામાં આવ્યું હતું. જામનગર મનપા દ્વારા આ બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે.

જામનગરમાં સતત ચોથા દિવસે દબાણ દૂર કરાયાં, પટેલ પાર્ક પાસે 1600 ફૂટ જગ્યા ખુલ્લી થઈ

author img

By

Published : Oct 28, 2020, 7:02 PM IST

  • જામનગર મનપાની કાર્યવાહી
  • પટેલ પાર્ક પાસે દબાણ હટાવી જમીન ખુલ્લી કરી
  • 1600 ફૂટ જમીન બછાવી પાડી બાંધકામ કરી દેવાયું હતું

જામનગરઃ જામનગર કોર્પોરેશન દ્વારા રણજીતનગર તેમજ પટેલ પાર્ક પાસે દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ 1600 ફૂટ જેટલી જમીન પર કોઇ ઇસમ દ્વારા કબજો જમાવીને બાંધકામ પણ કરી દેવામાં આવ્યું હતું. જામનગરમાં સરકારી જમીનો પર ગેરકાયદે કબજો કરી દેવાનું ચલણ જોરમાં છે. રણજીતનગર પાસે પટેલ પાર્ક નજીક નગા કરમૂર નામના ઇસમે દુકાનો પણ તાણી બાંધી હતી. જેની સામે મનપાએ કાર્યવાહી કરતાં એસ્ટેટ વિભાગની ટીમે જેસીબીએ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધાં હતાં.

પટેલ પાર્કની 1600 ફૂટ જેટલી જગ્યા પર દબાણ કરી દેવામાં આવ્યું હતું
  • આ પહેલાં પણ નોટિસો પાઠવવામાં આવી હતી

આ જગ્યાએથી દબાણ હટાવવા પહેલાં પણ નોટિસો પાઠવવામાં આવી હતી. પરંતુ દબાણ કરનારે કાનસરો આપ્યો ન હતો. ત્યારે આ જમીન તો તંત્રએ ખુલ્લી કરાવી છે પરંતુ જામનગરમાં હજુ પણ આવા અનેક બાંધકામ છે સરકારી જમીનો પર છે તે ક્યારે દૂર થશે તે તો તંત્ર પણ કહી શકે તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.