- જામનગર લાલપુર હાઈવે પર ફરી સર્જાયો અકસ્માત
- જામનગર હાઈવે પર અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બને છે
- ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
જામનગર: ગોપના પાટીયા પાસે ખાનગી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસમાં સવાર 15 જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઈજા થતા તેમને લાલપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે, આ અકસ્માતમાં પાંચ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીના મૃતદેહને જામનગર ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવામાં આવી છે.
આ પણ વાંચો- ગંભીર દુર્ઘટના: ખંભાતના યાત્રિકોની બસ આબુ રોડ પર પલટી, બેના મોત
બસમાં સવાર પ્રવાસીઓને થઈ ઇજા
બસમાં સવાર અતિ ગંભીર પાંચ વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે નાની-મોટી ઈજા થયેલા પ્રવાસીઓને લાલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને એમ્બ્યુલન્સની મદદથી અકસ્માતમાં ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- ગ્વાલિયર-ઝાંસી હાઈવે પર મજૂરો ભરેલી બસ પલટી, 24થી વધુ ઈજાગ્રસ્ત, 1નું મોત
અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે, લાલપુર જામનગર હાઈવે પર અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. લાલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે તેમજ અતિ ગંભીર પાંચ પ્રવાસીઓમે રાજકોટ તેમજ જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.