- ડો.વિજય પોપટનો વિજય હાલાર પથક માટે મહત્વનો
- જી.જી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.વિજય પોપટ બન્યા વાઇસ પ્રેસિડેન્ટ
- IMAના ઈતિહાસમાં સૌથી વધુ 91.17 ટકા મત મળ્યા
- ડો.વિજય પોપટ બન્યા નેશનલ IMA ના વાઇસ પ્રેસિડેન્ટ
જામનગરઃ રાષ્ટ્રીય ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે ડો.વિજય પોપટ ચૂંટાતા જામનગરના તબીબી જગતમાં હર્ષની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે ડો.વિજય પોપટ જામનગરની એમ.પી શાહ મેડિકલ કોલેજના જ વિધાર્થી છે અને તેઓ હાલ ગુરુ ગોવિદ સિંહ હોસ્પિટલમાં પેથોલોજી વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે.
લોકઉપયોગી કાર્યો કરશે
ઈટીવી ભારત સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું કે તેઓ પુરી નિષ્ઠાથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ નિભાવશે અને હાલર પથકમાં ઉપયોગી તમામ કાર્યો કરશે.