જામનગરઃ કોર્ટે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા (Rivaba, wife of cricketer Ravindra Singh Jadeja) અને સાસુ સામે વોરન્ટ ઈશ્યુ કર્યું છે. આ સાથે જ કોર્ટે બંનેને કોર્ટમાં હાજર થવા ફરમાન જાહેર કર્યું છે. વર્ષ 2018માં જામનગરના સેક્શન રોડ પર રિવાબાની કાર અને પોલીસકર્મીની મોટરસાઈકલ વચ્ચે અકસ્માત (Rivaba accident with a police constable's bike) થયો હતો. તે સમયે પોલીસકર્મીએ રિવાબા સામે હુમલો કર્યાની ફરિયાદ (Police complaint against Rivaba) નોંધાવી હતી. તે વખતે પોલીસકર્મી સાથે રિવાબાનો ઝઘડો થયો હતો. જોકે, આ કેસમાં કોર્ટે રિવાબા અને તેમના માતાને વારંવાર સમન્સ પાઠવ્યા હતા.
પોલીસકર્મીએ રિવાબાને માર માર્યો હોવાનો થયો હતો આક્ષેપ
નોંધનીય છે કે, જામનગરમાં વર્ષ 2018માં પોલીસ હેડ ક્વાર્ટર નજીક અકસ્માત થયો હતો. આ બાબતે ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પર હુમલો કરવાના એક કોન્સ્ટેબલ સામે નોંધાયેલા કેસમાં ફરિયાદી ક્રિકેટરના પત્ની અને સાક્ષી એવા તેમના માતા સામે કોર્ટે સમન્સ કાઢ્યા બાદ હવે તેમને કોર્ટમાં હાજર થવા વોરન્ટ (Court Warrant to Rivaba) કાઢ્યું છે.
સમગ્ર મામલો શું હતો, જાણો
આ ઘટના અંગે વાત કરીએ તો, 21 મે 2018ના દિવસે પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી કાર લઈને પસાર થતા રિવાબાની કાર સાથે પોલીસ કર્મચારી સંજય કરંગિયાની મોટરસાઈકલ (Rivaba accident with a police constable's bike) અથડાઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે સમયે પોલીસ કોન્સ્ટેબલે રિવાબા પર હુમલો કર્યાની ફરિયાદ (Police complaint against Rivaba) પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આ પણ વાંચો- Nityananda Ashram controversy: બંને યુવતીઓને હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો
પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી
આ મામલે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જોકે, બનાવ વખતે રિવાબાના માતા પણ સાથે હતા. આથી રિવાબા સાથે તેમને પણ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. ત્યારબાદ બાદ વારંવાર મુદ્દત પડી હતી. હાલમાં કોર્ટે રિવાબા અને તેમના માતા સામે વોરન્ટ કાઢ્યું છે. રિવાબાનું વોરન્ટ (Court Warrant to Rivaba) જામનગર SP મારફતે અને તેના માતાનું રાજકોટ પોલીસ કમિશનર મારફતે બજાવણી કરવા હુકમ થયો છે. કેસની આગામી તારીખ 25 માર્ચ રાખવામાં આવી છે.