- 2007માં ધારાસભ્ય રાઘવજી પટેલે સમર્થકો સાથે સરકારી હોસ્પિટલમાં કરી હતી તોડફોડ
- બાદમાં ધારાસભ્ય રાઘવજી પટેલે હાઇકોર્ટમાં અરજી કરી હતી
- તમામને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો
જામનગર: ધ્રોલમાં વર્ષ 2007માં તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને તેના ટેકેદારો તથા ત્રણ પત્રકારો સહિતનાઓ સામે હોસ્પિટલમાં તોડફોડ કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ધારાસભ્ય રાઘવજી પટેલ અને ત્રણ પત્રકાર સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો
સરકારી હોસ્પિટલમાં પોતાના સમર્થકો સાથે કરેલી તોડફોડ મામલે ધારાસભ્ય રાઘવજી પટેલ અને ત્રણ પત્રકાર સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જો કે સ્થાનિક કોર્ટે ધારાસભ્ય અને ત્રણ પત્રકારને દોષિત ઠેરવી સજાનું એલાન પણ કર્યું હતું. બાદમાં ધારાસભ્ય રાઘવજી પટેલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે વખતે હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી તે વખતે રાઘવજી પટેલ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. જોકે બાદમાં ધારાસભ્ય રાઘવજી પટેલે અપક્ષ પડતો કરી અને ભાજપમાં જોડાયા હતા અને હાલ પણ ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચો: જામનગર: જમીન વિકાસ બેન્કમાં બોગસ લોનનું કૌભાંડ આવ્યું સામે, રાઘવજી પટેલે તપાસ કરવાની કરી માગ
પોલીસે ગુનો નોંધ્યા બાદ કોર્ટમાં ચાલ્યો હતો કેસ અને થઈ હતી સજા
ધારાસભ્ય રાઘવજી પટલેના સમર્થક નરેન્દ્રસિંહ જાડેજા, પત્રકારો જીતુ શ્રીમાળી, જયેશ ભટ્ટ અને કરણસિંહ જાડેજાને કોર્ટે દોષિત ઠેરવી અને સજા ફરમાવી હતી. આ કેસમાં દોષિત ધારાસભ્ય રાઘવજી પટેલ અને અન્ય આરોપીઓને 6 મહિનાની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ધારાસભ્ય સહિતનાઓએ ઉપલી કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી જામનગર કોર્ટેમાં કરવામાં આવી હતી, જેમાં તમામને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય રાઘવજી પટેલ જણાવ્યું કે, અમે લોકો પ્રજાલક્ષી રજુઆત કરવા અમે એકત્ર થયા હતા અને ત્યારે આ ઘટના બની હતી. પણ અમને કોર્ટ પર પૂર્ણ વિશ્વાસ હતો કે, એમને નિર્દોષ છોડી મુકાશે.