- જામનગરમાં વેક્સિનેશનને લઈ વહીવટીતંત્ર સજ્જ
- 8 સ્થળોથી આપવામાં આવશે કોરોના વેક્સિન
- કોરોના વેક્સિન માટે સ્ટોરેજ રૂમ તૈયાર
જામનગરઃ કોરોના વેક્સિન અમદાવાદ ખાતે પહોંચી ગઈ છે, ત્યારે આગામી એક-બે દિવસમાં જામનગરમાં પણ કોરોના વેક્સિનનું આગમન થશે. જિલ્લા કલેક્ટરના જણાવ્યાં અનુસાર જામનગરમાં કોરોના વેક્સિન સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ રૂમ તૈયાર કરવામાં આવ્યાં છે
![કલેક્ટર રવિશંકર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-04-rasi-dm-7202728-mansukh_12012021153319_1201f_01823_411.jpg)
ઇન્ડિયન નેવીએ કોરોના વેક્સિન માટે સ્ટોરેજ રૂમ આપવા તૈયારી દર્શાવી
જામનગરમાં આર્મી નેવી તેમજ એરફોર્સના વડા મથક આવેલા છે, જેમાં ઇન્ડિયન નેવીએ કોરોના વેક્સિન સાચવવા માટે કોલ સ્ટોરેજ રૂમ તૈયાર કર્યા હોવાનું બહાર આવ્યું છે અને જો જરૂર પડશે ત્યારે તેઓ કોરોના વેક્સિન સાચવવા માટે પોતાના કોલ્ડ સ્ટોરેજ રૂમ પણ આપશે.
વેક્સિન આપવા માટે જીજી હોસ્પિટલના સ્ટાફને અપાય તાલીમ
જામનગરમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં જિલ્લા કલેક્ટર રવિશંકરની અધ્યક્ષતામાં બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર રવિશંકરે જણાવ્યું કે, જામનગરની જી.જી.હોસ્પિટલમાં સ્ટાફને કોરોના વેક્સિન આપવા માટેની તાલીમ પણ આપવામાં આવી છે.
તબક્કાવાર કોરોના વેક્સિન આપવામાં આવશે
રાજ્યના અન્ય જિલ્લાની મારફતે જામનગર જિલ્લામાં પણ કોરોના વેક્સિન એક-બે દિવસમાં આવી જશે. જોકે આ કોરોના વેક્સિન જામનગરમાં જુદા જુદા તબક્કામાં આપવામાં આવશે.
શરૂઆતમાં 30 હજાર લોકોને અપાશે વેક્સિન
જામનગરના જિલ્લા કલેક્ટર એસ રવિશંકરે જણાવ્યું કે, જામનગર જિલ્લામાં શરૂઆતના તબક્કે 30,000 જેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. ખાસ કરીને ફ્રન્ટલાઈન વોરિયર્સ તેમજ જે લોકોએ કોવિડની રસી માટે નોમિનેશન કરેલું છે તેમને પ્રથમ આપવામાં આવશે.