જામનગરઃ જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કોરોના સ્પેશ્યલ જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર તેમજ વિરોધ પક્ષના નેતા PPE કીટ પહેરી જનરલ બોર્ડમાં ભાગ લેવા આવી પહોંચ્યાં હતાં. કોરોનાના વધતાં કેસોને લઈ વિપક્ષ દ્વારા સ્પેશિયલ કોરોના બોર્ડ બોલાવવાની માગણી કરવામાં આવી હતી. જેથી કોવિડ જનરલ બોર્ડમાં મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલે અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરી અને આગામી દિવસોમાં કેવા પગલાં લેવા તેની ચર્ચા કરી હતી. જેનાથી કોરોનાના કેસ અટકાવવાની દિશામાં આગળ ધપી શકાય.
કોવિડ કિટ પહેરી કોંગ્રેસના કોર્પોરેટરો જનરલ બોર્ડમાં પહોંચ્યાં, વધી રહેલાં કોરોનાના કેસ મામલે કરાઈ ચર્ચા જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં 276 જેટલા કોરોના પોઝિટિવ કેસ થયાં છે અને 16 જેટલા લોકોના મોત પણ નીપજ્યા છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે પ્રકારે સ્થાનિક સંક્રમણ વધી રહ્યું છે જેના કારણે કોરોનાના સતત કેસ વધી રહ્યાં છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 23 લાખ જેટલા લોકોનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું છે, તો જી જી હોસ્પિટલમાં 348 જેટલા સ્પેશિઅલ કોરોના બેડ ફાળવવામાં આવ્યાં છે.
કોવિડ કિટ પહેરી કોંગ્રેસના કોર્પોરેટરો જનરલ બોર્ડમાં પહોંચ્યાં, વધી રહેલાં કોરોનાના કેસ મામલે કરાઈ ચર્ચા