ETV Bharat / city

જામનગર: સરકારી આવાસ યોજનામાં લાભાર્થીઓને બદલે ભાડૂઆત રહેતા હોવાની ફરિયાદ - જામનગરના ન્યુઝ

જામનગર મહાનગરપાલિકા દ્વારા સત્યમ કોલીની રોડ ઉપર સરદાર આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જે આવાસ યોજનામાં લાભાર્થીઓને બદલે ભાડૂતો રહેતા હોવાની ફરિયાદ ઉઠી હતી.

સરકારી આવાસ યોજનામાં લાભાર્થીઓને બદલે ભાડૂતો રહેતા હોવાની ફરિયાદ

author img

By

Published : Oct 21, 2020, 8:34 PM IST

  • જામનગર સત્યમ કોલોની રોડની ઘટના
  • સરકારી આવાસ યોજના બન્યું આવકનું સાધન
  • લાભાર્થીઓને બદલે ભાડૂતો રહેતા હોવાની ફરિયાદ

જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા સત્યમ કોલોની રોડ ઉપર સરદાર આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે આવાસ યોજનામાં લાભાર્થીઓને બદલે ભાડૂતો રહેતા હોવાની ફરિયાદ ઉઠી હતી. ભૂતકાળમાં પણ મહાનગરપાલિકા દ્વારા ચેકીગ કરવામાં આવ્યું હતું. પરતું આમ છતાં આઠ જેટલા લાભાર્થીએ પોતે ફ્લેટમાં રહેવાને બદલે ભાડે આપી દીધો હતો. ચેકીંગમાં હાઉસીંગ શાખા અને એસ્ટેટ શાખા પહોંચી હતી. જેમાં લાભાર્થીઓને બદલે ભાડૂતો રહેતા હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

સરકારી આવાસ યોજનામાં લાભાર્થીઓને બદલે ભાડૂતો રહેતા હોવાની ફરિયાદ
મકાન માલિકોને બદલે આવાસમાં રહે છે ભાડૂઆતમનપાના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ફ્લેટના લાભાર્થીઓ દ્વારા મકાન ભાડે આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી. અધિકારીઓએ આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી કરી હતી. ભાડે આપેલા ફ્લેટ ખાલી કરીને સીઝ કર્યા હતા.

ધારાસભ્ય વિક્રમ માડમે કરી મધ્યસ્થી
ગેરકાયદેસર ભાડે રહેતા આસામીઓને ફ્લેટ ખાલી કરી આપવા માટે નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ ભાડૂઆતો દ્વારા ફ્લેટ ખાલી કરવામાં ન આવતા મનપા અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે ધારાસભ્ય વિક્રમ માડમે મધ્યસ્થી કરી હતી.

ભાડૂઆતોને મનપાએ આપ્યું અલ્ટીમેટમ
હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહેલો હોવાથી ધારાસભ્યે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે આસામીઓને નવ દિવસનો સમય આપવા વાત કરી હતી. ત્યારબાદ ફ્લેટમાં ભાડે રહેતા આસામીઓની રજૂઆતને સાંભળી તેઓને નવ દિવસ બાદ ફ્લેટ ખાલી કરી આપવા આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.