જામનગરઃ વિશ્વભરમાં કોરોના વાઇરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે, ત્યારે ગુજરાતના અમુક જિલ્લામાં સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જામનગર એમ.પી.શાહ મેડીકલ કૉલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરનારા 18 ડૉક્ટરનું કોરોના વોરિયર્સ તરીકે સિલેક્શન થયું છે અને આ તમામ ડૉક્ટરોને બસ મારફતે અમદાવાદ રવાના કરવામાં આવ્યા છે.
18 ડૉક્ટરમાં 9 સિનિયર અને 9 જુનિયર ડૉકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી જામનગરની એમ.પી.શાહ મેડીકલ કૉલેજના તમામ 18 ડોકટર્સ હવે અમદાવાદમાં કોરોના વોર્ડમાં ફરજ નિભાવશે.
કોરોના કહેર દરમિયાન ડોકટર્સ, નર્સ અને પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહીં છે, ત્યારે જામનગર એમ.પી.શાહ મેડિકલ કૉલેજના 18 ડોકટર્સ પોતાના જીવના જોખમે અમદાવાદ ખાતે પોતાની ફરજ નિભાવશે.
હાલ તમામ 18 ડોકટર જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે અને અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈ હાલ જામનગરથી 18 કોરોના કમાન્ડોને અમદાવાદ મોકલવામાં આવી રહ્યાં છે.