ETV Bharat / city

CM રૂપાણીએ 400 ઓક્સિજન બેડ ધરાવતી રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ઈ લોકાર્પણ કર્યું - Jamnagar news

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી 400 ઓક્સિજન બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલનું ઈ લોકાર્પણ કર્યું છે.

રિલાયન્સ કોવિડ હોસ્પિટલ
રિલાયન્સ કોવિડ હોસ્પિટલ
author img

By

Published : May 4, 2021, 9:49 PM IST

  • 400 બેડની ક્ષમતાની શરૂઆત બાદ વધુ 600 બેડ ક્ષમતા ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે
  • જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મળશે
  • રાજ્ય સરકાર ગુજરાતની 1,900 હોસ્પિટલના 58,000 બેડને સતત 24 કલાક ઓક્સિજન પૂરો પાડી રહી છે

જામનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું મંગળવારના રોજ ઈ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. મુખ્યપ્રધાનએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર કોરોના સંક્રમણને રોકવા માટેના તમામ પગલાઓ લઈ રહી છે. રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરીને 41,000થી 1 લાખ બેડ તેમજ 18,000થી 58,000 ઓક્સિજન બેડ સમગ્ર રાજ્યમાં ઉપલબ્ધ કરાવ્યા છે. રાજ્ય સરકાર ગુજરાતની 1,900 હોસ્પિટલના 58,000 બેડને સતત 24 કલાક ઓક્સિજન સપ્લાય કરી રહી છે, તેમ મુખ્યપ્રધાને ઉમેર્યું હતું.

CM રૂપાણીએ 400 ઓક્સિજન બેડ ધરાવતી રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ઈ લોકાર્પણ કર્યું

આ પણ વાચો - રિલાયન્સ દ્વારા બનાવવામાં આવનારી કોવિડ હોસ્પિટલને આખરી ઓપ

રાજ્ય સરકારની મદદે આવ્યું રિલાયન્સ

વિજય રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 1,000 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવાનું આયોજન કર્યું છે. તે સમગ્ર ગુજરાત માટે આનંદની વાત છે.

આ પણ વાચો - જામનગર: રિલાયન્સ સમગ્ર દેશમાં મોકલશે 700 ટન ઓક્સિજન

કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા ઘર આંગણે મળશે

આગામી સમયમાં 1,000 બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના નાગરિકો-લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા ઘર આંગણે મળતી થશે.

રિલાયન્સ કોવિડ હોસ્પિટલ
400 બેડની ક્ષમતાની શરૂઆત બાદ વધુ 600 બેડ ક્ષમતા ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે

આ પણ વાચો - 4 મે ના રોજ મુખ્યપ્રધાન વિજયભાઇ સાંજે રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું કરશે ઇ-ઉદ્ઘાટન

ઇ-લોકાર્પણ પ્રસંગે સાંસદ અને હકુભા જાડેજા પણ રહ્યા ઉપસ્થિત

ગુરૂ ગોવિંદસિંહ જીજી હોસ્પિટલની પ્રતિષ્ઠા ખૂબ સારી છે, ત્યાં આવનારો દરેક દર્દી સાજો થઈને ઘરે પરત ફરે છે. આ પ્રકારની પ્રતિષ્ઠા ઉભી કરનારી હોસ્પિટલના તમામ તબીબી સ્ટાફ અભિનંદનને પાત્ર છે, તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતું.

આ પણ વાચો - Reliance Industries: એક જ સ્થળેથી સૌથી વધુ ઓક્સિજન ઉત્પાદન કરનારી ભારતની સૌથી મોટી ઉત્પાદક કંપની બની

સાંસદ પૂનમ માડમે રિલાયન્સનો આભાર વ્યકત કર્યો

આ તકે સાંસદ પૂનમ માડમ જામનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમને રિલાયન્સનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જામનગરવાસીઓને કોરોનાની સારવાર માટે ખૂબ મોટી વ્યવસ્થાઓનું નિર્માણ કરી આ કપરા સમયમાં પોતાનું પ્રશંસનીય યોગદાન આપ્યું છે. જામનગરવાસીઓ માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે.

રિલાયન્સ કોવિડ હોસ્પિટલ
જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મળશે

આ પણ વાચો - જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડની વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

કોણ કોણ રહ્યા ઉપસ્થિત?

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજયપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગૃપના પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર બિના કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનિષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, કલેક્ટર રવિશંકર, મહાનગરપાલિકા કમિશનર સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિપીન ગર્ગ, શ્રી. એમ. પી. શાહ મેડીકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જીજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. દિપક તિવારી, સરકારી ડેન્ટલ કોલેજના ડીન ડૉ. નયના પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાચો - જામનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીએ રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ઈ-ઉદ્ઘાટન કર્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.