આજે જામનગરમાં ચાલતી ભાગવત કથામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. જામનગરમાં ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (MLA Dharmendrasinh Jadeja )આયોજિત (Bhagvad Katha in Jamnagar)ભાગવત સપ્તાહનો માહોલ બરોબરનો જામી રહ્યો છે. સપ્તાહમાં તમામ પક્ષના રાજકીય દિગ્ગજો હાજરી આપી ચૂક્યા છે. તેવામાં સપ્તાહના સાતમા દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.તેમની સાથે કેબિનેટપ્રધાનો અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યાં હંતા. એક તકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel in Jamnagar)વિપક્ષી ઉપનેતા શૈલેષ પરમારને (CM Bhupendra Patel talk to Shailesh Parmar )માર્મિક ટકોર કરી ગાડીમાં સાથે આવી જવા આમંત્રણ આપી દીધું હતું. મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે CMની ટકોરને લઇ રાજકાય અટકળોનો દોર શરૂ થયો છે.
મુખ્યપ્રધાને શું કહ્યું- જામનગર ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજિત ભાગવત કથા (Bhagvad Katha in Jamnagar)પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel in Jamnagar) જણાવ્યું છે કે, શ્રીમદ ભાગવત કથા પારાયણ જેવા ધાર્મિક આયોજનો જીવન વ્યવહારમાં રત માનવીના માનસિક ઉકળાટને શાંતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. કથાના માધ્યમથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકાય તેનું વ્યક્તિને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. તેમણે ભાગવત કથામાં અનાથ બાળકો, ગંગાસ્વરૂપા બહેનો, દલિત સમાજ, દેશની રક્ષા કાજે શહીદ થયેલ સૈનિકોના પરિવારજનો, દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુઓ તેમજ વૃદ્ધાશ્રમોના વૃદ્ધો દ્વારા થઇ રહેલી આરતી સમાજના વિવિધ વર્ગોને એક તાંતણે જોડવાનું કામ કરે છે તેમ જણાવી સરાહના કરી હતી. તેમણે વ્યાસપીઠ પર બિરાજેલ રમેશભાઇ ઓઝા પાસેથી આશીર્વચન ગ્રહણ કર્યા હતાં તો સ્થાનિક આગેવાનો તથા આયોજકોએ સીએમનું પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિન્હ એનાયત કરીને સન્માન કર્યું હતું.
આ પણ વાંચોઃ શંકરસિંહ વાઘેલાની રાજકારણીઓને સલાહ, કહ્યું - "આ કામ કરશો તો થશે કલ્યાણ"
સરકારની કટિબદ્ધતા દોહરાવી - મુખ્યપ્રધાને ઉપસ્થિત ભક્તજનોને (CM Bhupendra Patel in Jamnagar)સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓ કઈ રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે. સરકાર પ્રજાની સાથે રહી નાનામાં નાની મુશ્કેલીમાં પણ હરહંમેશ મદદરૂપ થવા તૈયાર છે. રાજ્યના પ્રત્યેક નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
આજે ભાગવત કથામાં કોણ કોણ રહ્યું ઉપસ્થિત - મુખ્યપ્રધાનની જામનગર મુલાકાત (CM Bhupendra Patel in Jamnagar)દરમિયાન જૂનાગઢ ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથજી બાપુ, જામનગર મોટી હવેલીના વલ્લભ બાવા, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલ, રાજ્યના કેબિનેટપ્રધાન રાઘવજીભાઈ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપભાઈ પરમાર, પૂર્વપ્રધાન જયેશભાઈ રાદડીયા, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથિરીયા, ધારાસભ્ય આર.સી. ફળદુ, શૈલેષભાઈ પરમાર, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા સહિતના વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં સંતો મહંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત સૌ ભાવિકોએ કથાનું(Bhagvad Katha in Jamnagar) શ્રવણ કરી સંતોના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.