ETV Bharat / city

CM રૂપાણી અને સી. આર. પાટીલ જામનગરમાં જંગી સભાને સંબોધશે - ભાજપની સભા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારને પગલે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી અને ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ જામનગરની મૂલાકાતે છે ત્યારે તેઓ જામનગરના ધનવંતરી ગ્રાઉન્ડ અને ચાંદી બજાર ખાતે જંગી સભાનું સંબોધન કરશે.

જામનગરના ધનવંતરી ગ્રાઉન્ડ અને ચાંદી બજાર ખાતે જંગી સભાનું આયોજન

author img

By

Published : Feb 13, 2021, 1:56 PM IST

  • જામનગરમાં પૂરજોશમાં ચાલી રહી છે તૈયારીઓ
  • રૂપાણી અને સી. આર. પાટીલ સંબોધશે જંગી સભાઓ
  • ધનવંતરી ગ્રાઉન્ડ અને ચાંદી બજાર ખાતે યોજાશે સભા

જામનગર: આજે શનિવારના રોજ જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને રાજયના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી અને ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ બે જગ્યાએ જંગી સભાને સંબોધશે.

જામનગરમાં જંગી સભાનું આયોજન

બે જુદી જુદી જગ્યાએ સાંજે ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ સભા ધનવંતરી ગ્રાઉન્ડમાં સાંજે સાડા છ વાગ્યે યોજાશે જ્યારે બીજી સભા સાંજે 7:30 વાગ્યે ચાંદી બજાર ખાતે યોજાશે.

જામનગરના ધનવંતરી ગ્રાઉન્ડ અને ચાંદી બજાર ખાતે જંગી સભાનું આયોજન
મુખ્ય પ્રધાન અને સી. આર. પાટીલ રહેશે ઉપસ્થિત

૭૮ અને ૭૯ વિધાનસભા વિસ્તારમાં બંને સભાઓ યોજવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ફરીથી સારું પ્રદર્શન કરે તે માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને અધ્યક્ષ સી. આર. પાટીલ જંગી સભાને સંબોધશે.

સભાસ્થળે તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ

હાલ બંને સભાસ્થળે તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તો ભાજપના કાર્યકર્તાઓમાં પણ મુખ્યપ્રધાન અને સી.આર પાટીલની હાજરીથી ઉત્સાહ વધશે તેવું શહેરના ભાજપ પ્રમુખ ડો.કગથરા જણાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.