ETV Bharat / city

સળગતા સાથિયા પર યુવકોએ બોલાવી રાસની રમઝટ, લોકો બન્યા મંત્રમુગ્ધ - આશાપુરા ગરબી મંડળ

જામનગરમાં શાસ્ત્રીય સંગીતના સથવારે હજુ પણ ગરબી મંડળો દ્વારા બાળાઓને રાસ રમાડવામાં આવે છે. તલવાર રાસ, ઢોલી રાસ, મશાલ રાસ, સળગતા સાથીયા રાસ, સળગતી ઈંઢોણી રાસ, અઠિંગો રાસ, કારગીલ રાસ અને માં અંબાના અલગ અલગ રૂપ સાથેના રાસ પરંમપરાગત રીતે રમાડવામાં આવે છે. સંગીતના સથવારે હજુ પણ શાસ્ત્રીય સંગીત જીવંત (Classical music Importance in Jamnagar) છે. આ સાથે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કોઇપણ નાત, જાતના ભેદભાવ વિના ગરબા મહોત્સવ યોજવામાં આવે છે.

સળગતા સાથિયા પર યુવકોએ બોલાવી રાસની રમઝટ, લોકો બન્યા મંત્રમુગ્ધ

author img

By

Published : Sep 30, 2022, 10:52 PM IST

જામનગર શહેરમાં શાસ્ત્રીય સંગીતના સથવારે (Garba along with classical music in Jamnagar) હજુ પણ ગરબી મંડળો દ્વારા બાળાઓને રાસ રમાડવામાં આવે છે. શહેરમાં તલવાર રાસ, ઢોલી રાસ, મશાલ રાસ, સળગતા સાથીયા રાસ, સળગતી ઈંઢોણી રાસ, અઠિંગો રાસ, કારગીલ રાસ અને માં અંબાના અલગ અલગ રૂપ સાથેના રાસ રમાડવામાં આવે છે. ગઈકાલે ચોથા નોરતે પણ શહેરમાં 200થી વધુ સ્થળોએ પ્રાચીન ગરબીમાં બાળાઓને રાસની રમઝટ (Ancient Garba played by Young Daughters) બોલાવી હતી. વિવિધ પાત્રોમાં બાળાઓ મન મુકીને રાસ રમે છે. મુસ્લિમ બાળા પણ કૃષ્ણ ભગવાનના રૂપમાં રાસ લઈને કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડે છે. ઠેર ઠેર અનુષ્ઠાનો થઇ રહ્યા છે. બે વર્ષના વિરામ બાદ ગરબી મંડળની બાળાઓને રાસ રમવાનો મોકો ફરીથી મળ્યો છે. દાતાઓ દ્વારા ઇનામો, લ્હાણીની વણઝાર પણ શરૂ થઈ ચૂકી છે.

જામનગર શહેરમાં શાસ્ત્રીય સંગીતના સથવારે હજુ પણ ગરબી મંડળો દ્વારા બાળાઓને રાસ રમાડવામાં આવે છે,

દાતાઓ દ્વારા ગરબી મંડળની બાળાઓને લ્હાણી અપાઈ સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, લોહાણા સમાજના અગ્રણી (Lohana Community Leader ) જીતુ લાલ, પિન્ક ફાઉન્ડેશનના શેતલબેન શેઠ સહિતના દાતાઓ ( Pink Foundation Donors) દ્વારા અનેક ગરબી મંડળની બાળાઓને લ્હાણી આપવામાં આવે છે, કડીયાવાડમાં આવેલી રાંદલ અંબીકા ગરબી મંડળ અવનવી કૃતિ રજૂ કરવા માટે જાણીતું છે, આ વખતે સળગતો સાથીયાનો રાસ રજૂ કરવામાં આવે છે અને આ રાસ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

વર્ષોથી ગરબીનું આયોજન શાકમાર્કેટ પાસે આવેલી અંબિકા ગરબી મંડળમાં (Ambika Garbi Mandal) પણ કારગીલ રાસ, તલવાર રાસ સહિતના રાસો રમાડવામાં આવે છે. સંગીતના સથવારે હજુ પણ શાસ્ત્રીય સંગીત જીવંત છે. તેનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવે છે. સીટી પોલીસ લાઇનમાં આશાપુરા ગરબી મંડળ (Ashapura Garbi Mandal) દ્વારા કેટલાક વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. 30 દિકરીઓ દ્વારા વિવિધ રાસની રમઝટ બોલાવવામાં આવે છે. શહેરમાં હાથી કોલોનીમાં મહારાણા પ્રતાપ, ગાંધીજી, કૃષ્ણ ભગવાન તેમજ લીમડાલાઇનમાં રામ, લક્ષ્મણ, જાનકી, રાવણ સહિતના પાત્રો સાથે રાસ રમાડવામાં આવે છે.

નાત, જાતના ભેદભાવ વિના ગરબા મહોત્સવ રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા (Brahmo Samaj organized Garba Mohotsav) કોઇપણ નાત, જાતના ભેદભાવ વિના ગરબા મહોત્સવ યોજવામાં આવે છે. જેમાં તમામ જ્ઞાતિની બહેનોને રમવાની છૂટ છે. બ્રહ્મ સમાજ ચોકમાં રાત્રે 10થી 12:30 દરમ્યાન માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. પ્રમુખ સુનિલ ખેતીયા, મંત્રી ચીરાગ પંડયા, નરેન્દ્ર ત્રિવેદી સહિતના અગ્રણીઓ આ ગરબીનું સફળ સંચાલન કરી રહ્યા છે. આ ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજ ઉત્સવ સમિતિ દ્વારા પણ બ્રાહ્મણ યુવક યુવતિઓને વિનામૂલ્યે રાજયપુરોહિત વિદ્યાર્થી ભવનના પાછળના ભાગમાં આવેલી જગ્યામાં રમાડવામાં આવે છે. જેમાં દેવેન જોશી, સુખરામ અશ્ર્વાર, હર્ષદભાઇ ત્રિવેદી સહિતના કાર્યકરો ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.

બાળાઓ જાતે જ ગરબા ગાઇને રમે લીંડીબજાર વિસ્તારમાં પણ છેલ્લા 75 વર્ષથી મહાકાળી માતાજી ગરબી મંડળ દ્વારા શાસ્ત્રીય સંગીતના સથવારે રાસ રમાડવામાં આવે છે. આ ગરબીમાં કોઇ એક ગાયક નથી, બાળાઓ જાતે જ ગરબા ગાઇને રમે છે, જુનુ સંગીત સાચવવું તે આ ગરબીનો મુખ્ય ઉદ્દેશ છે. હાર્મોનિયમ, તબલા, વાયોલીન, ઢોલક જેવા વાદ્યો સાથે છેલ્લા 75 વર્ષથી બાળાઓ રાસ રમી રહ્યા છે, આજના ડીજેના જમાનામાં હજુ પણ શાસ્ત્રીય સંગીતનું ખુબ જ મહત્વ (Classical Music Importance ) છે તે સાબિત થાય છે. આ ગરબીની શરૂઆત બળદેવ ભટ્ટ, મોહન જોશી, કલ્યાણ પરમાર, હરિપ્રસાદ અને નીતીશે કરાવી હતી. આદિત્યરામ ઘરાણાના મૂળ સંગીત પર આ ગરબીનો મુખ્ય આધાર છે. સંગીતકારો દ્વારા બિહાર, સારંગ, પીલુ, શીવરંજની, તિલંગ જેવા રાગ સાથે સંગીતનો તાલ આપવામાં આવે છે.

રાસ જોવા માટે લોકો દુરથી ગરબીમાં આવે છે મારૂ કંસારા જ્ઞાતિની (Maru Kansara caste) ગરબીમાં 9 થી 18 વર્ષની બાળાઓને ગરબા રમાડવામાં આવે છે. બે કલાક સુધી આ ગરબી રમે છે. 150 વર્ષ જુની ગરબીમાં 28થી 30 જેટલી બાળાઓને રાસની પ્રેક્ટિસ કરવામાં આવે છે. જામનગર શહેર ઉપરાંત દ્વારકા, ખંભાળીયા, ધ્રોલ, જોડીયા, કલ્યાણપુર, જામજોધપુર, લાલપુર, કાલાવડ, ફલ્લા, સલાયા સહિતના ગામોમાં પણ બાળાઓ વિવિધ રાસ સાથે રાસની રમઝટ બોલાવે છે. જામનગરમાં સળગતી ઈંઢોણી, સળગતો સાથીયો, મશાલ રાસ, તલવાર રાસ, કારગીલ રાસ, અઠંગો, ભારત માતા રાસ, મહારાણા પ્રતાપ રાસ જોવા માટે લોકો દુર દુરથી ગરબીમાં આવીને બાળાઓને પ્રોત્સાહિત કરે છે.

માં જગદંબાની આરતી નવરાત્રીના પાંચમાં નોરતે પંચેશ્વર ટાવર, ગાંધીનગર, મચ્છુનગર, મોમાઇનગર, નવાગામ ઘેડ, ખોડીયાર કોલોની, મોહનનગર, હાપા, સાધનાકોલોની, રણજીતનગર, ચાંદી બજાર, દિગ્વિજય પ્લોટ, પવનચકકી, સાત રસ્તા, રામેશ્વરનગર, જુના રેલવે સ્ટેશન વિસ્તાર, કડીયાવાડ, ગુલાબનગર, રાજપાર્ક સહિતના વિસ્તારોમાં માં જગદંબાની આરતી ઉતારીને બાળાઓને માતાજીને વિનવણી કરે છે. આમ ચાર નોરતા જામનગરમાં લગભગ શાંતિપૂર્ણ સંપન્ન થઇ ગયા છે, તેમ કહી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.