- રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું આજે ઇ-ઉદ્ઘાટન
- આજે સાંજે 5.15 કલાકે ઇ-ઉદ્ઘાટન મુખ્યપ્રધાન હસ્તે થશે
- ગાંધીનગરથી વિજયભાઇ રૂપાણી કરશે ઇ-ઉદ્ઘાટન
જામનગર: શહેરમાં રિલાયન્સ દ્વારા કોરોનાની મહામારીમાં 1 હજાર બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની ડેન્ટલ કોલેજમાં 400 બેડની હોસ્પિટલ તૈયાર થઈ છે. જેનું ઇ-ઉદ્ઘાટન રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા આજે સાંજે કરવામાં આવશે.
આ પણ વાંચો: જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે 103.64 ટન ઓક્સિજન દિલ્હી મોકલાયો
કપરા સમયમાં રિલાયન્સ આવી વ્હારે
કોરોનાની મહામારીમાં રિલાયન્સ દ્વારા હાલાર પંથકના કોરોનાના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જામનગર શહેરમાં આધુનિક સુવિધાથી સજ્જ કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. રિલાયન્સ દ્વારા કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવતા જામનગરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો જે ઘસારો થયો છે તે ઘસારો ઓછો થશે.
આ પણ વાંચો: રિલાયન્સ દ્વારા બનાવવામાં આવનારી કોવિડ હોસ્પિટલને આખરી ઓપ
આ અધિકારીઓ પ્રસંગમાં આપશે હાજરી
આ પ્રસંગે જામનગર ખાતે કૃષિ પ્રધાન આર. સી. ફળદુ અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા, સાંસદ પૂનમ માડમ, જામનગરના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેક્ટર, કમિશ્નર અને રિલાયન્સના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.