ETV Bharat / city

જામનગરમાં મુખ્ય પ્રધાને કોરોના સ્થિતિ અંગે બેઠક યોજી - જામનગર કોરોના સમાચાર

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી.

વિજય રૂપાણી
વિજય રૂપાણી
author img

By

Published : Apr 17, 2021, 5:17 PM IST

  • શહેરની કોવિડ પરિસ્થિતીના મેળવ્યા તારણ
  • મુખ્ય પ્રધાન સહિત અન્ય મહાનુભાવો રહ્યા હાજર
  • જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા સૂચનાઓ અપાઈ

જામનગર: મુખ્યપ્રધાને જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.

મુખ્ય પ્રધાને કોરોના સ્થિતિ અંગે બેઠક યોજી

આ પણ વાંચો: જામનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોરોના નિયંત્રણ અંગે બેઠક યોજાશે

પરિસ્થિતિ કાબુમાં લેવા તમામ પ્રયાસ સરકાર કરશે

આ બેઠકમાં કૃષિ પ્રધાન આર.સી.ફળદુ, મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમ માડમ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, ખાસ ફરજ પરના અધિકારી જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, રેન્જ IG, જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.