- જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે 26 મી જાન્યુઆરીની ઉજવણી
- પ્રધાન જયેશ રાદડિયા સલામી આપવાનું ચૂક્યા
- પુરવઠા પ્રધાન જયેશ રાદડીયાને ઈશારો કરી અને ચલામી આપવાનું જણાવાયું
જામનગરઃ જિલ્લામાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા હાજર રહ્યા હતા અને પોલીસ પરેડ વખતે સલામી આપવાનું ચૂક્યા હતા.
પ્રધાન જયેશ રાદડિયા રહ્યા ઉપસ્થિત
જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે અન્ન અને પુરવઠા પ્રધાન જયેશ રાદડીયાને ઈશારો કરી અને ચલામી આપવાનું કહ્યું, ત્યારે જયેશ રાદડિયા સલામી આપી હતી.
પ્રધાન સલામી આપવાનું ચૂક્યા
દેશભરમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય સરકારમાં પ્રધાન રહેલા જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા જો કે પરેડનું નિરીક્ષણ વખતે પ્રધાન સલામી આપવાનુ ચૂક્યાં હતા.