- જામનગરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
- પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ
- અન્ન અને પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા
જામનગર : શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રવિશંકર તેમજ જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રેન અને વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરિવાર તેમજ શહેરીજનો પણ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં જયેશ રાદડિયા હસ્તે ધ્વજવંદન
પોલીસ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NCC કેડેટ્સ, હોમગાર્ડસ અને ડોગ સ્કવોર્ડ થતા અશ્વ સવારો પરેડમાં જોડાયા હતા. માર્ચ પાસ્ટમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલાને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જયેશભાઇ રાદડિયા ગુજરાતમાં જન્મ લેનારા મહાત્મા ગાંધી અને સરદાર પટેલને અંતઃકરણપૂર્વક સુમન અર્પણ કર્યા હતા. આ સાથે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ગાંધી-સરદારના નામ અમર રહેશે.
ગાંધી-સરદારને યાદ કર્યા પ્રધાને
1950માં ભારત દેશ પોતાનું આગવું બંધારણ સ્વીકારીને પ્રજાનું શાસન પ્રાપ્ત કર્યું હતું. તેનું ગૌરવ જાળવવું એ આપણી નૈતિક જવાબદારી છે. આપણા સૌ માટે પવિત્ર દિવસે બંધારણના ઘડવૈયાઓનો આભાર માનતા જયેશ રાદડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષો પહેલા ગુલામીની ઝંઝીરોમાંથી મુક્તિ થવા આપણી એકતા દર્શાવી અંગ્રેજ સરકાર સામે લડત આપી હતી. આજે ફરી એકવાર ગુજરાત સહિત સમગ્ર ભારતવર્ષ પોતાની એકતાના દર્શન કરાવ્યા છે. કોરોના નામના અદ્રશ્ય દુશ્મન એવા ગુજરાતીઓ એક બની મૂકાબલો કર્યો છે. સહિયારા પુરુષાર્થથી ગુજરાતમાં મહામારીમાંનું 96 ટકાથી પણ વધારે રિકવરી રેટ વધ્યો છે. આપણા દેશના વૈજ્ઞાનિકો દુનિયાને રાહ ચીંધી રહ્યા છે.
કોરોના સામે ગુજરાતીઓએ હિંમતપૂવર્ક લડત લડી
ભારતમાં સ્વદેશી રસીઓનો સ્વીકાર થયો છે. આ મહામારીના સમયમાં પણ લડત આપીને આપણે ઉત્તમથી ઉત્તરોતર તરફ પ્રયાણ કર્યું છે. ખેડૂતો યુવાનો મહિલાઓ વંચિતો ગરીબો જો કોઈના સર્વ સમાવેશક વિકાસના એમણે ગુજરાતની પ્રગતિ થઈ રહી છે. ગુજરાત અને ક્ષેત્ર પ્રથમ છે. ગુજરાતની વિકાસયાત્રાને વધુ બળવત્તર બનાવવા અને ગુજરાતના વિકાસ માટે આગળ વધવા જનતા જનાર્દને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.