ઈ-સ્ટેમ્પિંગના લાયસન્સ મેળવવા માટે લાંચની માગણીની ફરિયાદ મળતાવી સાથે ACBની ટીમે એક છટકું ગોઠવ્યું હતું. જેના આધારે ACBની ટીમે લાંચ માગનારની ધરપકડ કરી છે. ધરપકડ કર્યા બાદ ACBએ મેન્જર સહિત બન્ને આરોપી વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જામનગર જિલ્લામાં કાર્યરત CSC સેન્ટરમાં લાયસન્સ મેળવવા માટે એક કોમ્પ્યુટર ઓપરેટરે જિલ્લા મેનેજર અંકિતભાઈ શાહનો સંપર્ક સાધ્યો હતો. અને ત્યારબાદ 20 હજારની લાંચ માગવા અંગેની ફરિયાદ કરી હતી. કોમ્પ્યુચર ઓપરેટરની ફરિયાદના આધારે ACBની ટીમ દ્વારા ગુરૂવાર સાંજે કાલાવડમાં માંડવી ચોક પાસે શ્રી ડિજિટલ એન્ડ કોમ્પ્યુટર નામની દુકાનમાં ટ્રેપ ગોઠવવામાં આવ્યું હતું.
આ ટ્રેપમાં ACBએ CSC સેન્ટરના જિલ્લા મેનેજર વતી રૂપિયા 20 હજારની લાંચ સ્વીકારનાર સંદીપ વોરાને રંગેહાથે ઝડપી પાડયો છે.