ETV Bharat / city

કૃષિ કાયદાઓની વિરોધમાં રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ દ્વારા બ્લેક-ડે મનાવાયો - gujarat news

કેન્દ્ર સરકાર દ્વારા યુનિયનોને વિશ્વાસમાં લીધા વિના મજૂર કાયદાઓમાં ફેરફાર કર્યો હોય તેમજ કૃષિ કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હોય, જેના વિરોધમાં આજે બુધવારે જામનગરમાં ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસના નેજા હેઠળ કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કૃષિ કાયદાઓની વિરોધમાં રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ દ્વારા બ્લેક-ડે મનાવાયો

author img

By

Published : May 26, 2021, 4:33 PM IST

  • મજદૂર સંગઠન દ્વારા કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન
  • કૃષિ કાયદાને લઇને વિરોધ કરાયો
  • સરકારની બેવડી નીતિનો કર્યો વિરોધ

જામનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાનૂનને સંસદમાં પસાર કરવામાં આવ્યો છે. જેને લઇને દિલ્હીની બોર્ડરો ઉપર ખેડૂતો તા. 26-11-2020થી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કિસાન આંદોલનને છ મહિના પૂર્ણ થવા જઇ રહ્યાં છે. તેમજ કેન્દ્ર સરકારને તા. 26-5-2021ના રોજ સાત વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સંયુક્ત કિસાન મોરચા દ્વારા તેની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આજરોજ તા. 26ના રોજ બ્લેક-ડે તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું તમામ કેન્દ્રીય શ્રમિક સંગઠનોએ પણ સમર્થન કર્યું છે. જેને ધ્યાને લઇ જામનગરમાં પણ મજદૂર સંગઠનના ટ્રેડ યુનિયન દ્વારા કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

કૃષિ કાયદાઓની વિરોધમાં રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ દ્વારા બ્લેક-ડે મનાવાયો

આ પણ વાંચોઃ મોદી સરકારને ‘સુપ્રીમ’ ઝટકોઃ ત્રણે કૃષિ કાયદાના અમલીકરણ પર સુપ્રીમની વચગાળાની રોક

કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ

તા. 26 મે 2021ના બ્લેક-ડે (BLACK DAY) નિમિત્તે વિનામૂલ્યે રાશન વિતરણ કરવા, પ્રતિ માસ 7.500ની આર્થિક સહાય આપવા, ત્રણેય કૃષિ કાયદા પરત લેવા, MSP લાગુ કરવા માટે કેન્દ્રીય કાયદો લાવવા, ચારેય લેબર કોડ પરત લેવા, ભારતીય શ્રમ સંમેલનનું તાત્કાલિક આયોજન કરવા સહિતની માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કૃષિ કાયદાના વિરોધમાં મજદૂર સંઘ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.