જામનગર: વડા પ્રધાન મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગર પહોચ્યાં ત્યારે સર્કિટ હાઉસમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે તેમના પુત્ર આકાશ અંબાણીએ મુલાકાત કરી હતી. વડાપ્રધાને મુકેશ અંબાણીને જન્મદિવસની શુભેચ્છા(Narendra modi wishes Mukesh Ambani) પાઠવી હતી.
મુકેશ અંબાણીનો જન્મદિવસ - વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા મુકેશ અંબાણી મુંબઈથી જામનગર આવ્યા હતા. અને તે પણ આજે 19 એપ્રિલના રોજ મુકેશ અંબાણીનો જન્મદિવસ હતો, તે દિવસે મુકેશ અંબાણીએ વડાપ્રધાન સાથે બેઠક કરી હતી. અને રિલાયન્સના ભાવી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હોવાનું મનાય છે. તેમજ મુકેશ અંબાણીની સાથે તેમના પુત્ર આકાશ અંબાણી હતા, જેથી રિલાયન્સ ગ્રુપના ભાવી માલિક આકાશ અંબાણીની ઓળખ સાથે તેમની બેઠકમાં સામેલ કર્યા હતા.
આ પણ વાંચો: PM Modi In Jamnagar: જામનગરમાં Etv Bharatના કેમેરામાં અભિવાદન કરતા જોવા મળ્યા PM મોદી, જૂઓ વિડીયો
નવા મુડીરોકાણની કરેલી જાહેરાતની સમીક્ષા - ગુજરાતમાં રિલાયન્સ ગ્રુપના અનેક પ્રોજેક્ટ કાર્યરત છે. અને રિલાયન્સ ગ્રુપ હજી વઘુ મૂડીરોકાણ ગુજરાતમાં કરશે(Reliance Group invest in Gujarat). વાઈબ્રન્ટ ગુજરાત વખતે નવા મુડીરોકાણની કરેલી જાહેરાતની પણ સમીક્ષા કરી હતી. તેમજ રિલાયન્સ ગ્રુપની પ્રગતિ અને વિકાસ અંગે વડાપ્રધાન સાથે ચર્ચા કરી હોવાનું મનાય છે. અને દેશના વિકાસમાં રિલાયન્સ ગ્રુપ શું યોગદાન આપી શકે છે, તે અંગે પણ ચર્ચા થઈ હોવાનું સુત્રો કહી રહ્યા છે.
આયુર્વેદ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત - વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે સર્કિટ હાઉસમાં વડાપ્રધાન ભોજન કરી બપોરે સાડા ત્રણ વાગ્યે આયુર્વેદ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું(inauguration Ayurveda Research Center) હતું. જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્સાહન(Promoting traditional medicine) મળશે જેને પરિણામે ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બને તે માટે વડાપ્રધાનનો જામનગર આવવાનો એક માત્ર ઉદેશ્ય હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળી રહે તે માટે આ એક વિશ્વ સ્તરે ખૂબ મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (Global Center for Traditional Medicine) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે.