ETV Bharat / city

વરસાદમાં થયેલા નુકસાન અંગે કૃષિ પ્રધાનનું મોટું નિવેદન, હવે એક હેક્ટર જમીનદીઠ ખેડૂતને મળશે ધોવાણના આટલાં રૂપિયા - heavy rain in jamnagar

જામનગર જિલ્લામાં વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ખુદ કૃષિપ્રધાન જામનગર દોડી આવ્યાં. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.

વરસાદમાં થયેલા નુકસાન અંગે કૃષિ પ્રધાનનું મોટું નિવેદન

author img

By

Published : Sep 19, 2021, 4:58 PM IST

  • જામનગર જિલ્લામાં પૂરના કારણે ખેતીવાડીને વ્યાપક નુકસાન થયું છે
  • સરકાર ખેડૂતોની સાથે જ છે અને સર્વે પૂર્ણ થયા બાદ સહાય ચૂકવવામાં આવશે
  • પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ખુદ કૃષિપ્રધાન જામનગર દોડી આવ્યાં

ન્યૂઝ ડેસ્ક: જામનગર જિલ્લામાં વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ખુદ કૃષિપ્રધાન જામનગર દોડી આવ્યાં. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. જેમાં જામનગરના રામપર, મોટી બાણુંગર, અલિયા સહિતના ગામોની મુલાકાત બાદ તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે, જામનગર જિલ્લામાં પૂરના કારણે ખેતીવાડીને વ્યાપક નુકસાન થયું છે.

સરકાર ખેડૂતોની સાથે જ છે : કૃષિપ્રધાન

તેમણે વધુમાં એમ જણાવ્યું કે, ‘સરકાર ખેડૂતોની સાથે જ છે અને સર્વે પૂર્ણ થયા બાદ સહાય ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસ અગાઉ રાજકોટ, જામનગર તેમજ જૂનાગઢમાં વરસાદે ભારે તાંડવ મચાવ્યો હતો. રાજકોટમાં 11 ઇંચ તો ગોંડલમાં 9 ઇંચ, ધ્રોલમાં 6.5 ઇંચ તો કાલાવાડમાં 8 ઇંચ વરસાદ વરસતા સૌરાષ્ટ્રની ધરતી આખીય પાણી-પાણી થઈ ગઈ હતી. જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી દેખાતું હતું.

કૃષિપ્રધાન રાઘવજી પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

કૃષિપ્રધાન રાઘવજી પટેલે જામનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જિલ્લાના અલિયા ગામે કૃષિપ્રધાન રાઘવજી પટેલે નિવેદન કરતા જણાવ્યું હતું કે, ‘એક હેક્ટર પાક ધોવાણના રૂપિયા 10 હજારની જગ્યાએ 40 હજાર સહાય આપવામાં આવશે. વધુમાં વધુ એક ખેડૂતને ત્રણ મૃત પશુની સહાય મળતી હતી, જે હવે પાંચ પશુઓના મોતની સહાય મળશે. એક હેક્ટર જમીન ધોવાણના રૂપિયા 10 હજાર મળતા હતાં જે હવે રૂપિયા 20 હજાર કરવામાં આવ્યાં છે.’

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.