• જામનગરમાં ચૂંટણીઓ નજીક આવતા આમ આદમી પાર્ટી થઇ સક્રિય આમ આદમી પાર્ટીએ
• ભાવેશ પટેલને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઇ
• શું પાટીદાર ફેક્ટર મેદાન મારશે?
જામનગર: આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક આવતા જ આમ આદમી પાર્ટી સક્રિય બની છે. આ મુદ્દે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા પક્ષના માળખામાં ફેરફાર કરી સમગ્ર જિલ્લા પ્રમુખ તરીકેનો કાર્યભાર ભાવેશ પટેલને સોંપ્યો છે.
![ચૂંટણીઓ નજીક આવતા જામનગર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે ભાવેશ પટેલને કાર્યભાર સોંપાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-02-aap-pamukh-7202728-mansuku_03122020102219_0312f_1606971139_176.jpg)
મહત્વનું છે કે ભાવેશ પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે અને જામનગર જિલ્લામાં પાટીદારોની સંખ્યા સૌથી વધુ છે. જામનગર જિલ્લામાં પાટીદાર ફેક્ટર ચૂંટણીમાં મહત્વનો રોલ ભજવે છે. બીજી તરફ અન્ય પાર્ટીની વાત કરવામાં આવે તો કોંગ્રેસે છેલ્લા 3 વર્ષથી પ્રમુખની નિમણુંક જ કરી નથી અને ભાજપમાં રમેશ મુગરા પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. તેઓ પણ પાટીદાર સમાજમાંથી જ આવે છે.
AAPના નવા પ્રમુખ સામે અનેક પડકારો
આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવવાનું છે ત્યારે પ્રમુખ બન્યા બાદ ભાવેશ પટેલ સામે અનેક પડકારો રહેલા છે. ખાસ કરીને જામનગર પંથકમાંથી અતિવૃષ્ટિ થઈ જેના કારણે ખેડૂતો પાયમાલ થયા છે તો ગ્રામ્ય વિસ્તારમાં પૂરતી પ્રાથમિક સુવિધા હજુ પણ લોકોને મળતી ન હોવાની રાવ ઉઠી રહી છે. ત્યારે આ મુદ્દાઓ અંગે તેઓ કેવી કામગીરી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ ચૂકી છે: ગોપાલ ઇટાલીયા