- બેન્કના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો
- વિવિધ પડતર માંગણીઓને લઈ કર્મચારીઓ કરી રહ્યા છે વિરોધ
- હડતાલમાં તમામ રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ જોડાયા
જામનગર: જિલ્લામાં સોમવારથી બે દિવસ માટે બેન્ક કર્મચારીઓએ હડતાલ શરૂ કરી છે. સોમવારે જામનગરમાં 120 જેટલી રાષ્ટ્રીયકૃત બેન્કોની શાખાના 3500 કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. દરરોજનું 10 હજાર કરોડથી પણ વધુનું ક્લિયરીંગ થઈ રહ્યું છે. ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણના મુદ્દાઓને લઈને કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: બેન્કોના ખાનગીકરણના વિરોધમાં 15 અને 16 માર્ચ બેન્ક બંધ રહેશે
સૂત્રોચ્ચાર કરી કર્યું વિરોધ પ્રદર્શન
સોમવારે જામનગર શહેરમાં દિપક ટોકિઝ પાસે આવેલી યુકો બેન્ક ખાતે ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના કર્મચારીઓ દ્વારા હડતાલ મામલે સોમવારે સૂત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરમાં સજુબા સ્કૂલ પાસે બેન્કના કર્મચારીઓ એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો: રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનો પ્રથમ દિવસ, 10 લાખ કર્મચારીઓનું સમર્થન
કર્મચારીઓ અવાર-નવાર કરી રહ્યા છે હડતાલ
બેન્ક કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અવાર-નવાર હડતાલ કરી રહ્યા છે, ત્યારે સોમવારથી ફરી બે દિવસીય હડતાલ શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ જોડાયા છે.