- જી. જી. હોસ્પિટલમાં 1900થી વધુ કોરોના દર્દીઓ લઈ કહ્યા છે સારવાર
- દર્દીઓના સગા વ્હાલાઓને હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવતો નથી
- દર્દીના સગાઓ દર્દીઓ સાથે વાતચીત કરી શકે તે માટે વીડિયો કોલિંગની સુવિધા ઉભી કરાઈ
જામનગરઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ જી. જી. હોસ્પિટલમાં 1900થી વધુ કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જોકે, કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના સગા વ્હાલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે હવે દર્દીના સગાઓ દર્દીઓ સાથે વાતચીત કરી શકે તે માટે હોસ્પિટલમાં બે જગ્યાએ વીડિયો કોલિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ શું જામનગરની જી. જી. હોસ્પિટલમાં 5 દિવસ સુધી કોઈ દર્દીને દાખલ નહીં કરી શકાય
દિવસમાં બે વખત દર્દીઓ કરી શકે છે વાતચીત
જામનગરની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ પોતાના સ્વજનો સાથે સીધો સંવાદ કરી શકે તે માટે આ સુવિધા ઉભી કરવામાં આવી છે. ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી કોરોના દર્દી પોતાના સગા વ્હાલા સાથે વાતચીત કરી શકશે. ત્યારે સવારથી દર્દીઓના સગાઓ કોલ સેન્ટર ખાતે આવી રહ્યા છે અને દર્દીઓ સાથે વાતચીત કરી સાંત્વના પાઠવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, દિવસમાં બે વખત દર્દીઓ વાતચીત કરી શકે છે.
આ પણ વાંચોઃ જામનગરમાં કોવિડ હોસ્પિટલની હાલની સ્થિતિ અંગે હોસ્પિટલના અધિક્ષક સાથે ખાસ વાતચીત
દર્દીઓના હાલ હવાલ પોતાના સ્વજનો પૂછી શકે તે માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ
વીડિયો કોલિંગ વ્યવસ્થા અંગે હોસ્પિટલ અધિક્ષક દિપક તિવારીએ ટેલિફોનિક વાત કરતા જણાવ્યું કે, કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના હાલ હવાલ પોતાના સ્વજનો પૂછી શકે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.