જામનગરઃ શહેરમાં વાલી આંદોલન અંતર્ગત સ્કૂલ માફી 50 ટકા થવી જોઈએ તેવી માંગ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદન વાલીઓને સાથે રાખીને આપવામાં આવ્યું હતું.
વાલીઓ હાલના સમયમાં આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. તો બીજી બાજુ સ્કૂલ દ્વારા સતત ફી ઉઘરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વાલીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
જામનગરમાં શેતલબહેન શેઠ વાલીગીરી આંદોલન કરી રહ્યા છે અનેે આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં વાલીગીરી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. રાજ્યમાં હાલ વાલીગીરીના કન્વીનરની નિમણૂક કરવામાં આવી રહી છે.