જામનગરઃ શહેરની જી.જી. હોસ્પિટલના ICU વિભાગમાં સારવાર લઈ રહેલા તમામ 9 દર્દીઓને અન્ય સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જો કે, ફાયર ફાઇટરની પાંચ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવાયો છે.
જીજી હોસ્પિટલના ICU વોર્ડની બાજુમાં જ કોવિડ હોસ્પિટલ આવેલી છે. આગની ઘટના એટલી વિકરાળ હતી કે, હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડે અને ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ વોર્ડમાં રહેલા તમામ 9 દર્દીઓને બચાવ્યા હતા.
આજે બપોરના સમયે જીજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી.
વાંચોઃ જામનગરની જી. જી. હૉસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, દર્દીઓનું રેસ્ક્યૂ કરાયું
- જામનગરની જી.જી. હૉસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ શર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આગ લાગવાની ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર રવિશંક, હોસ્પિટલના ડીન, હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને ફાયર ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
જાણકારી અનુસાર હાલ દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે દર્દીઓના સગાઓએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તેઓએ મહા મુસીબતે દર્દીઓના જીવ બચાવ્યા છે.