ETV Bharat / city

જામનગર: છ મહિના બાદ લાખોટા તળાવ મોર્નિંગ વોક માટે ખુલ્લું મુકાયું, કોવિડ ગાઈડલાઈન સાથે લોકોએ કરી કસરત - બાગબગીચા

જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રમણલ તળાવ બ્યૂટીફિકેશન બાદ લોકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પરંતુ કોરોનાના કપરા સમયમાં આ પાર્ક ગત 21 માર્ચથી બંધ કરી દેવામાં આવ્યું હતું. અનલોક-4 ના પ્રારંભિક તબક્કામાં અપાયેલી છૂટછાટોને ધ્યાને લઇ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજથી સવારે પાંચથી નવ વાગ્યા સુધી રણમલ તળાવ મોર્નિંગ વોક માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

છ મહિના બાદ લાખોટા તળાવ મોર્નિંગ વોક માટે ખુલ્લું મુકાયું

author img

By

Published : Sep 4, 2020, 2:44 PM IST

જામનગરઃ જામનગર શહેર મધ્ય આવેલ લાખોટા તળાવ આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. રણમલ તળાવ મોર્નિંગ વોક માટે ખુલ્લું મૂકવામાં આવતાં શહેરીજનોમાં ખુશીની લાગણી પ્રસરી છે. આજે આજે રણમલ તળાવ ખાતે મોટી સંખ્યામાં શહેરીજનો મોર્નિંગ કરતાં નજરે પડ્યાં હતાં. જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 45 કરોડના ખર્ચે રણમલ તળાવ બ્યૂટીફિકેશન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

છ મહિના બાદ લાખોટા તળાવ મોર્નિંગ વોક માટે ખુલ્લું મુકાયું
છ મહિના બાદ લાખોટા તળાવ મોર્નિંગ વોક માટે ખુલ્લું મુકાયું

શહેરીજનો માટે આ નવું નજરાણું આકર્ષણનું કેન્દ્ર બનાવવાની સાથે શહેરના યુવા વર્ગ, વયોવૃદ્ધ લોકો માટે સવારે અને સાંજે વોકિંગ કરવા માટે ખૂબ જ સરળ બન્યું હતું. દિનપ્રતિદિન તળાવ બ્યૂટીફિકેશન પાર્કમાં મોર્નિંગ વોક કરનારાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો હતો.દરમિયાન કોરોનાનો કપરો સમય શરૂ થતાંની સાથે એટલે કે ગત ૨૧ માર્ચથી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે ખૂબ જ લોક ઉપયોગી બનેલું રણમલ તળાવ બ્યૂટીફિકેશન પાર્ક સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

અનલોક 4નો પ્રારંભ થતાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારના નિયમોને આધીન રહી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના રણમલ તળાવ બ્યૂટીફિકેશન પાર્કને ખુલ્લો મુકવામા આવ્યું છે. જામ્યુકોના સતાધીશોની સંકલન સમિતિની બેઠકમાં પણ વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી દ્વારા રણમલ તળાવ પુનઃ લોકો માટે ખુલ્લું મુકવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોએ સર્વાનુમતે મંજૂર કરી હતી. જેના પગલે જામનગરના રણમલ તળાવ બ્યૂટીફિકેશન પાર્કને આજથી દરરોજ સવારે 5 થી 9 વાગ્યા સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.