ETV Bharat / city

EXCLUSIVE: જામનગર બાલાચડી સૈનિક સ્કૂલમાં હવે છોકરીઓને પણ મળશે પ્રવેશ - Ministry of Defense

સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણમાં સરકારના પ્રયત્નોની સાથે-સાથે સંરક્ષણ મંત્રાલય દ્વારા 2020/21થી છોકરીઓ માટે સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ત્યારે જામનગરમાં આવેલી સૈનિક સ્કૂલ બાલાચડીમાં છોકરીઓને પણ હવે એડમીશન આપવામાં આવશે.

balachadi-sainik-school
બાલચડી સૈનિક સ્કૂલમાં દીકરીઓ અભ્યાસ કરી બોર્ડર પર કરશે દેશની સેવા
author img

By

Published : Oct 22, 2020, 5:04 PM IST

Updated : Oct 22, 2020, 5:18 PM IST

  • સૈનિક સ્કૂલ બાલાચડીમાં હવે છોકરીઓેને પણ અપાશે એડમિશન
  • છઠ્ઠા ધોરણમાં આગામી શૈક્ષણિક સત્રથી છોકરીઓને મળશે પ્રવેશ
  • સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે છોકરીઓને લશ્કરી તાલીમ પણ અપાશે

જામનગરઃ જિલ્લાના બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલમાં છોકરાઓની સાથે હવે છોકરીઓને પણ એડમીશન આપવામાં આવશે. સૈનિક સ્કૂલ બાલાચડીમાં આગામી શૈક્ષણિક સત્રથી છઠ્ઠા ધોરણમાં છોકરીઓને પ્રવેશ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

balachadi-sainik-school
બાલચડી સૈનિક સ્કૂલ

સ્કૂલમાં છોકરીઓ માટે જરૂરી વ્યવસ્થા કરાશે

બાલાચડી સૈનિક સ્કૂલમાં છોકરીઓના પ્રવેશ માટે કુલ ખાલી જગ્યાના દસ ટકા અથવા ઓછામાં ઓછી દસ જગ્યાથી વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે. તેમજ છોકરીઓ માટે સ્કૂલમાં અન્ય જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

balachadi-sainik-school
સૈનિક સ્કૂલ બાલાચડીમાં હવે છોકરીઓેને પણ અપાશે એડમિશન

છોકરીઓને લશ્કરી તાલીમ આપવામાં આવશે

બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે છોકરીઓને લશ્કરી તાલીમ પણ આપવામાં આવશે. જે રીતે છોકરાઓને લશ્કરી અધિકારી બનાવવા માટે તાલીમ આપવામાં આવે છે. તેવી રીતે છોકરીઓને પણ લશ્કરી તાલીમ આપવામાં આવશે.

છોકરાઓ અને છોકરીઓને માત્ર છઠ્ઠા ધોરણમાં જ મળશે પ્રવેશ

આ વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટિંગ એજન્સી સૈનિક સ્કૂલ માટેની પ્રવેશ પરીક્ષા યોજાઈ રહી છે. આ વર્ષે સૈનિક સ્કૂલ બાલાચડીમાં છોકરાઓ અને છોકરીઓ માટે પ્રવેશ માત્ર છઠ્ઠા ધોરણમાં જ મળશે.

જામનગર બાલચડી સૈનિક સ્કૂલમાં હવે છોકરીઓને પણ મળશે પ્રવેશ

Last Updated : Oct 22, 2020, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.