- જાન્યુઆરી માસમાં અંદાજે 7000 થી 8000 ગુણી આવક થઈ
- યાર્ડમાં જામનગર જિલ્લામાંથી મરચાની આવક વધુ
- અત્યાર સુધીમાં કુલ સાત થી આઠ હજાર ગુણી મરચાની આવક
જામનગર: મસાલાની સિઝન શરૂ થવાની તૈયારી છે ત્યારે જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં લાલ મરચાની ભરપૂર આવક થઇ રહી છે. જાન્યુઆરી માસના પ્રથમ અઠવાડિયાથી મરચાની આવક શરૂ થઇ જતી હોય છે. ત્યારે હાપા માર્કેટીંગ યાર્ડનાં આકડાંશાસ્ત્રી ભાવેશભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં જામનગર જિલ્લામાંથી મરચાની આવક વધુ થઇ રહી છે.
20 કિલો મરચાનો ભાવ રૂ.1400થી 3405 સુધી બોલાયો
દરરોજ અંદાજીત 900થી 1100 ગુણ આવક થતી હોય છે. આ વર્ષે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાથી મરચાની આવક શરૂ થયા બાદ અત્યાર સુધીમાં કુલ સાતથી આઠ હજાર ગુણી મરચાની આવક થઇ છે. જેમાં 20 કિલો મરચાનો ભાવ રૂ.1400થી 3405 સુધી બોલાયો હતો. તેમજ 'કળી કાબરા' પ્રકારના મરચાની વધુ આવક થતી હોવાનું તેમણે જણાવ્યું હતું.