જામનગર : કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના નામ ઉપર રાજ્યસભામાં ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા છે. આ ત્રણેય બિલ વાસ્તવીક રીતે ખેડૂતોને નુકસાન કર્તા અને કંપનીઓને ફાયદો પહોંચાડનારા છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા ત્રણેય બિલની વિરુદ્ધમાં દેશના અલગ અલગ રાજયોનાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
આ ઉપરાંત કેન્દ્રની ભાજપ સરકારની સહયોગી પાર્ટીના જ પ્રધાનોએ પણ આ બિલના વિરુદ્ધમાં રાજીનામું આપીને વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આપાયેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું જે નીચે મુજબ છે.
(૧) ખેતી પ્રધાન દેશ તરીકે દેશમાં અંદાજે ૫૦ ટકા જેટલા લોકો સીધા તેની સાથે જોડાયેલા છે. આ બિલખેડૂતોના હિતમાં હોય એવો સરકારનો દાવો છે પરંતુ દેશ ભરમાથી વિવિધ ખેડૂત સંગઠનો, ખેડૂત પ્રતિનીધીઓ , તેમજ સરકારી કે બિન સરકારી એવાર્ડ પ્રાપ્ત કરેલા પ્રગતિશીલ ખેડૂતોનો કોઈ અભીપ્રાય લેવામાં આવ્યો નથી. માટે આ બિલ એક તરફી અને કંપનીનોના ફાયદા માટે બનેલું છે.
(૨) દરેક રાજયની ભૌગલીક પરીસ્થતિ અને ખેડૂતોની સ્થતિ અલગ અલગ હોય શકે છે. એ બાબત ધ્યાનમાં લીધા વગર તેમજ દરેક રાજ્ય સરકારનો અભિપ્રાય કે સૂચન મેળવ્યા વગર જ માત્ર એ.સી. ઓફિસમાં બેસીને કંપનીઓના લાભાર્થે આ બિલ બનાવાવમાં આવ્યું છે.
( ૩ ) જો સરકાર ખેડૂતો માટે કાંઈક સારું કરવા આ બિલ લાવ્યા હોય તો બિલ પાસ કરવામાં ઉતાવળ શા માટે છે? લોકસભા અને રાજય સભામાં ફકત એકજ દિવસમાં આ બિલ પાસ કરાવવાને બદલે દેશના તમામ પક્ષોને સદનમાં પૂરતી ચર્ચાની તક આપવી જોઈએ અને ઉંડાણપૂર્વક ચર્ચા કર્યા પછી બિલ પસાર કરવું જોઈએ.
કોરોના નામે ચર્ચા કર્યા વગર ઉતાવળે સંસદમાં બિલ પસાર કરવા પાછળ સરકારના મેલા અને ખેડૂત વિરોધી ઈરાદાઓ સ્પષ્ટ થાય છે. તદ્ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા આ ત્રણેય કાયદાઓને કાળા કાયદાઓ બતાવવામાં આવ્યા છે.
ખેડૂતોને પોતાની જ જમીનમાં કંપનીના મજૂર બનાવનાર, ખેતી જેવા પવિત્ર વ્યવસાયનું કંપની કરણ કરનાર, સંગ્રહખોરીને પ્રોત્સાહન આપનાર અને ખેડૂતોનું તમામ પ્રકારે શોષણ થાય તેવી જોગવાઇ કરતા કાયદાઓ ગણાવી સખત વિરોધ નોંધાવાયો છે.
આવેદન પત્ર પાઠવતી વખતે જિલ્લા પ્રમુખ વનરાજસિંહ જાડેજા, શહેર પ્રમુખ સાજિદ ભાઈ ઝવેરી, યુવા પ્રમુખ જીતેન્દ્રસિંહ ગોહિલ, શહેર મહામંત્રી દિવ્યરાજસિંહ જાડેજા, જિલ્લા લઘુમતી સેલ પ્રમુખ મુસ્તાકભાઈ, ધ્રોલ શહેર યુવા મંત્રી કુલદીપસિંહ જાડેજા તેમજ ધ્રોલ શહેર હોદેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહયા હતા.