- મુંબઈના મેયર કિશોરી પેડણેકરને મળી જાનથી મારી નાખવાની ધમકી
- જામનગરના યુવકે મુંબઈના મેયર અને પોલીસને ફોન પર આપી હતી ધમકી
- મુંબઈ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી
જામનગરઃ જિલ્લાના પડાણા ગામમાં મોડી રાત્રે મુંબઈ પોલીસ અને મેયરને ધમકી આપનારા યુવકને દબોચી લીધો હતો. જોકે, યુવકે શા માટે મેયરને ધમકી આપી અને અને આ યુવક કોણ છે તે વિશે હજુ સત્તાવાર વિગત આવી બહાર આવી નથી. જામનગર ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, આ અંગે મુંબઈના આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મુંબઈ પોલીસે રાતોરાત 20 વર્ષીય યુવકને દબોચી લીધો છે. હાલ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
રાતોરાત મુંબઈ પોલીસ આવી જામનગર
જામનગરના યુવાન દ્વારા મેયરને અપાઈ હતી ફોનથી ધમકી આપતા ખળભળાટ મચી ગઈ છે. મુંબઈ પોલીસે જામનગરના 20 વર્ષીય યુવાનની કરી ધરપકડ છે. ધમકી આપનારો યુવક જામનગર જિલ્લાના પડાણા ગામનો રહેવાસી છે. જામનગર ASP નીતિશ પાંડેએ યુવાનની ધરપકડની વાતને સમર્થન આપ્યું હતું. મોડી રાતે મુંબઈ પોલીસની ટિમ જામનગર ખાતે આવી પહોંચી હતી અને યુવકને ઝડપી પાડ્યો હતો અને તાત્કાલિક યુવકને મુંબઈ લઈ જવામાં આવ્યો છે.