- જામનગરમાં રાત્રે ત્રણ વાગ્યે બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું ઘટના સ્થળે મોત
- ગુરૂદ્વારા ચોકડી નજીક સ્પિડબ્રેકર ન દેખાતા અકસ્માત થયો
- મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા કાર્યવાહી
જામનગર: ગુરૂવારે રાત્રે 3 વાગ્યે ગુરૂદ્વારા ચોકડીથી પસાર થતા બાઈકસવારને રોડ પરનું સ્પિડ બ્રેકર ન દેખાતા ડિવાઈડર સાથે અથડાયું હતું. જેનાથી શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
સ્પીડ બ્રેકર ન દેખાતા બાઈકચાલક ડિવાઈડર સાથે અથડાયો
જામનગર શહેરમાં ગુરૂવારે મધ્યરાત્રિના સમયે ગુરૂદ્વારા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા બાઈકસવારને રોડ પરનું સ્પિડ બ્રેકર દેખાયું ન હતું. જેથી ડિવાઈડર સાથે અથડાતા બાઈકસવાર યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગેની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરંતુ યુવાનનું મોત નીપજ્યું હોવાથી પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હેડ કોન્સ્ટેબલ આર.એમ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચીને નિરપ સિંગ નામના યુવાનના નિવેદનને આધારે મૃતદેહને PM માટે મોકલીને મૃતકની ઓળખ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.